GSTV

ફેસબુકે હવે એ વસ્તુ ખરીદી છે જેનાથી તમે ક્યાં છો તેની તાત્કાલિક ખબર પડી જશે

મોટી અને જાણીતી ટેક કંપની અવારનવાર, કોઈક નવા પ્રકારની ટેક્નોલોજી વિક્સાવનારી કંપનીને ખરીદી લેતી હોય છે અને તેમાંથી આપણને ક્યારેક એવી સર્વિસની ભેટ મળે છે, જે આગળ જતાં ગજબ મોટું સ્વરૂપ લે છે. યુટ્યૂબ અને ગૂગલ મેપ્સ, આવી જ રીતે આખેઆખી કંપની ખરીદીને વિકસાવવામાં આવેલી સર્વિસ છે. આ સંદર્ભમાં, હમણાં ફેસબુક કંપનીએ ખરીદેલું એક સ્ટાર્ટઅપ ધ્યાન આપવા જેવું છે.

ફેસબુક કંપનીએ ખરીદ્યું એક નવું સ્ટાર્ટઅપ

સ્કેપ ટેક્નોલોજીસ નામનું લંડન સ્થિત આ સ્ટાર્ટઅપ કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજીની મદદથી આપણું લોકેશન જાણી શકે છે. આમ તો જીપીએસ સેટેલાઇટ્સની મદદથી નક્શા પર આપણું લોકેશન નક્કી થતું હોય છે. એ ઉપરાંત, એ-જીપીએસ સિસ્ટમમાં, સેટેલાઇટ ઉપરાંત સેલફોન કંપનીના ટાવરના ડેટાનો પણ ઉપયોગ કરીને આપણું લોકેશન નક્કી થઈ શકે છે.

દિશામાં ટેક્નોલોજી કંપનીઓ આગળ વધી રહી છે

ફેસબુકે ખરીદેલા સ્ટાર્ટઅપે એવી ટેક્નોલોજી વિક્સાવી છે, જેમાં સેટેલાઇટની મદદ વિના, ‘વિઝ્યુઅલ પોઝિશનિંગ સર્વિસ’ શક્ય બની છે. આગળ જતાં, ફેસબુક આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે ફેસબુક પર ચેક-ઇન થઈએ કે ફોટો-વીડિયો અપલોડ કરીએ ત્યારે આપણું લોકેશન વધુ ચોક્સાઈથી જાણી શકશે. આવનારા સમયમાં, આપણે જ્યાં હોઈએ તેની આસપાસના સ્ટોર્સની જાહેરાતો આપણને બતાવી શકાય એ દિશામાં ટેક્નોલોજી કંપનીઓ આગળ વધી રહી છે, એ ફેસબુકની આ ખરીદીથી વધુ સ્પષ્ટ થયું છે.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

કોરોનાનું એપી સેન્ટર: 76 દિવસના લોકડાઉન બાદ આવતી કાલથી વુહાનને મળશે મુક્તિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!