ફેસબુક હેકર્સે 2 કરોડ 90 લાખ યુઝર્સના ફેસબુક એકાઉન્ટમાંથી ડેટા કરી ચોરી

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે હેકર્સ પાછલા મહિને લગભગ 3 કરોડ યુઝર્સના એકાઉન્ટની સુરક્ષામાં તોડી પાડવામાં સફળ થયા છે. આ 3 કરોડમાંથી લગભગ 2 કરોડ 90 લાખ યુઝર્સે ફેસબુક એકાઉન્ટમાંથી ડેટા ચોરી થઈ હોવાની વાત સામે આવી છે. મહત્વનું છે કે પાછલા મહિને કંપનીએ ખુલાસો કર્યો હતો કે હૈકર્સે 5 કરોડ યુઝર્સના એકાઉન્ટ હૈક કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેનાથી પ્રભાવિત થયેલા એકાઉન્ટની ડિટેલ માગી હતી. તેના જવાબમાં આજે ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટે હૈકર્સ દ્વારા ડેટા ચોરી કરાઈ હોવાની જાણકારી આપી.

રિપોર્ટ મુજબ લગભગ 1.5 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટની ડિટેલ ચોરાઈ છે. જેમાં ફોન નંબર, ઈમેલ અને પ્રોફાઈલ શામિલ છે. તો 1.4 કરોડ યુઝર્સ એવા છે તેના નામ અને કોન્ટેક્ટ ઉપરાંત તેમની પ્રોફાઈલ સાથે જોડાયેલી જાણકારીઓ પણ હૈક કરાઈ ગઈ હતી. કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે અમે એફબીઆઈને સહયોગ કરી રહ્યા છીએ. જે આ મામલામાં સક્રિય રૂપે તપાસ કરી રહી છે. 5 કરોડ ફેસબુક યુઝર્સના એકાઉન્ટની સુરક્ષા તુટ્યા બાદ કંપનીએ તરત જ તના વ્યુ એઝ હટાવી દીધા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter