GSTV

FBએ લોન્ચ કર્યુ ન્યૂ ફિચર, હવે કોઇ તમારા DPને નહી કરી શકે ડાઉનલોડ

Last Updated on June 22, 2017 by

Facebook પોતાના યૂઝર્સને સારી સર્વિસ આપવા માટે રોજ નવા-નવા બદલાવ કરી રહ્યુ છે. ફેસબુક પર અત્યાર સુધીની સૌથી મોટી સમસ્યા હતી કે તમારી પ્રોફાઇલ ફોટો અને પોસ્ટ કરેલા ફોટોને કોઇ બીજા યૂઝર્સ ડાઉનલૉડ કરી શકતા હતા, પરંતુ હવે આ નહી થઇ શકે. Facebookએ યૂઝર્સની પ્રોફાઇલ ફોટોને સિક્યોર કરવા માટે એક ન્યૂ ટૂલ લોન્ચ કર્યુ છે.

Facebookના આ ન્યૂ ટૂલથી યૂઝર્સને પોતાના ફોટો પર પ્રાઇવસી લગાવવાનો ઑપ્શન મળે છે. એટલે કે તમારી પ્રોફાઇ ફોટો, કવર ફોટો માટે તમે સેટિંગ કરી શકો છો કે તમારી ફોટો કોન ડાઉનલોડ અને શૅર કરી શકે છે અને કોન નહી. આ માટે પ્રોફઆઇલ પિક્ચર ગાર્ડ ફિચર આપવામાં આવ્યુ છે. હાલમાં આ ફિચર માત્ર ભારતમાં લોન્ચ થયુ છે પરંતુ ટૂંક સમયમાં દુનિયાભરના દેશોમાં લોન્ચ કરવામાં આવશે.

આ ખાસ ટૂલને યૂથ કી અવાજ, લર્નિંગ લિક્સ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓની મદદથી ડેવલપ કરવામાં આવ્યુ છે, જેથી Facebook યૂઝર્સ સેફ રહી શકે અને તેમના ફોટોઝ કોઇ મિસયૂઝ્ડ ના કરી શકે.

Facebookના બીજા યૂઝર્સ તમારી પ્રોફાઇલ ફોટો ડાઉનલોડ નહી કરી શકે અને મેસેન્જર પર શૅર પણ નહી કરી શકે. જે યૂઝર્સ તમારા ફ્રેન્ડ નથી તે તમને પોતાની સાથે ટેગ નહીં કરી શકે. આ સિવાય પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશૉટ લેનારને પણ Facebook રોકશે. હાલમાં Facebookઆ ફિચરને એન્ડ્રોઇડ ડિવાઇસ ટ્રાય કરી રહ્યુ છે. સાથે જ Facebook તમારી પ્રોફાઇલ પર બ્લૂ બોર્ડર શિલ્ડ પણ લગાવશે તેથી ફોટો સિક્યોર રહી શકે અને મિસયૂઝ ન થઇ શકે. યૂઝર્સને પોતાની ફોટો પર વૉટરમાર્ક ટાઇપનો નિશાન લગાડવાનો પણ વિકલ્પ મળશે.

Related posts

દારૂબંધીની વાતો સાવ પોકળ, 28 લાખના 550 પેટી વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

pratik shah

1800ના પે ગ્રેડ વધારા મામલે પોલીસ કોન્સ્ટેબલ ગાંધીનગરના વિધાનસભાના દાદરા પર જ ધરણા પર બેઠો, પોલીસ થઈ દોડતી

pratik shah

વિવાદાસ્પદ / આ છે પાકિસ્તાની કપ્તાનનો વાસ્તવિક ચહેરો, કુરાન પર હાથ રાખીને પ્રેમિકાએ કર્યો ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!