ફેસબુક પર લાગ્યો 80 કરોડનો દંડ, ગ્રાહકોના ડેટા વેચવાનો છે આરોપ

ફેસબુક ફરી એક વખત વિવાદોમાં છે અને આ વખતે ફેસબુક પર મોટો દંડ લાગ્યો છે. ઈટાલીની પ્રતિસ્પર્ધા નિગરાનીએ ફેસબુક પર 10 મિલિયન યૂરો એટલેકે લગભગ 11.3 મિલિયન ડૉલર એટલેકે 80,65,37,500 રૂપિયાનો દંડ લગાવ્યો છે. ફેસબુક પર આ દંડ ફેસબુક યૂઝર્સના ડેટા વેચવાના કારણે લાગ્યો છે. ફેસબુક પર આરોપ છે કે તેણે સાઇન અપ દરમ્યાન લોકોને ગેરમાર્ગે દોર્યા અને અને તે પણ જણાવ્યું નહીં કે તેના ડેટાનો ઉપયોગ ફેસબુક પોતાના વ્યાપાર માટે કરશે.

ઈટાલીની પ્રતિસ્પર્ધા નિગરાનીનું પણ કહેવુ છે કે ફેસબુક પોતાના યૂઝર્સને સ્પષ્ટ જણાવતુ નથી કે તે તેના ડેટાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરશે, પરંતુ આ વાત પર ભાર આપે છે કે ફેસબુક સંપૂર્ણ રીતે મફત છે. તો ફેસબુકે દર વખતની જેમ આ વખતે પણ કહ્યું છે કે તેણે ગ્રાહકોના ડેટાને વેચ્યો નથી. નિગરાની બોર્ડે ફેસબુકને એમ પણ કહ્યું છે કે તેઓ પોતાની વેબસાઇટ અને એપ પર આ સંદર્ભે એક માફીનામુ જાહેર કર્યુ છે. જેના પર ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું છે કે કંપની નિગરાની બોર્ડના નિર્ણય પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં આ મામલાને ઉકેલવામાં આવશે. કંપનીએ ચાલુ વર્ષે પોતાની પૉલિસીમાં ઘણાં ફેરફાર કર્યો છે અને યૂઝર્સને પહેલા કરતા વધારે અધિકાર આપ્યાં છે.

મહત્વનું છે કે ફેસબુક સતત ડેટા લીક કરવા અને અન્ય કંપનીઓને પોતાના યૂઝર્સના ડેટાને એક્સેસ આપવાનો આરોપ લગાવી રહી છે અને દર વખતે કંપનીના સીઈઓ માર્ક ઝૂકરબર્ગ દલીલ આપે છે કે કંપની આવુ કઈ કરતી નથી. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ બ્રિટિશ સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ફેસબુકે કેટલાંક પસંદ કરેલા યૂઝર્સને દસ્તાવેજ જોવાનો અધિકાર આપ્યો છે. રિપોર્ટ મુજબ, ફેસબુકે એરબેંબ, લિફ્ટ અને નેટફ્લિક્સ જેવી કંપનીઓને યૂઝર્સના ડેટા માટે વિશેષ પહોંચ પ્રદાન કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter