ફેસબુકનો નવો પ્લાનઃ જે કરવા જઈ રહ્યું છે તેનાથી તમારી ઊંઘ ઊડી જશે

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક છેલ્લા કેટલાંક મહિનાથી ડેટા કૌભાંડને લઈને વિવાદોના વમળમાં છે. જેની સતત ટીકા થઈ રહી છે. હવે ફેસબુકનું એક પેટન્ટ સામે આવ્યું છે, જેનાથી પ્રાઇવસીની ચિંતા કરનારા લોકોને મુશ્કેલી થઈ શકે છે. કંપનીએ એક સૉફ્ટવેરની પેટન્ટ ફાઇલ કરી છે કે જેના હેઠળ યૂઝર્સના હાઉસહોલ્ડની પ્રોફાઈલ તૈયાર કરાશે.

હાઉસહોલ્ડમાં જેટલા લોકો રહે છે, તેનો રસ શું છે અને યૂઝર્સની સાથે તેનો સંબંધ શું છે ત્યાં સુધી કે તેઓ કઈ ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યાં છે. LA Timesના એક રિપોર્ટ મુજબ, આ સૉફ્ટવેરનો ટાર્ગેટ જાહેરાતો માટે ઉપયોગ કરી શકાય છે અને આ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર કરાયેલા પોસ્ટને એનલાઈઝ કરશે.

પેટન્ટ એપ્લિકેશન મુજબ, એક ઑનલાઇન સિસ્ટમ જે યૂઝરના હાઉસહોલ્ડ ફીચરને પ્રેડિક્ટ કરશે. જેમાં હાઉસહોલ્ડ સાઇઝ અને ડેમોગ્રાફિક કૉમ્પોઝીશન હશે. જે યૂઝર અને તેના હાઉસહોલ્ડને સારીરીતે ટાર્ગેટેડ કોન્ટેન્ટ આપશે. આ પેટન્ટમાં આ વાતનો ઉલ્લેખ પણ છે કે આ સિસ્ટમ તે વાતની પણ જાણકારી લેશે કે એક ઘરમાં કેટલા લોકો રહી રહ્યાં છે અને સૉફ્ટવેર એમ પણ જોઈ શકે છે કે લોકો એકસાથે ક્યારે ફોટોમાં ટેગ થઈ રહ્યાં છે અને તેનું કેપ્શન શું છે.

ફેસબુકે LA Timesને જણાવ્યું છે કે પેટન્ટ માટે અરજી કરવાનો અર્થ એ જરૂરી નથી કે અમે તેને બનાવીએ અને યૂઝ કરીએ. એટલેકે મતલબ સ્પષ્ટ છે કે આ પ્રકારનું ફીચર ફેસબુક ભવિષ્યમાં યૂઝ કરશે કે નહીં. પરંતુ પેટન્ટને લઈને એવુ લાગે છે કે આ ફીચર દ્વારા ફેસબુક લોકોના ખાનગી જીવન અને મજબૂતી સાથે દખલઅંદાજી કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં જ 29 મિલિયન ફેસબુક એકાઉન્ટ હેક થયા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter