GSTV
Home » News » Facebookથી ફરી થઇ આટલી મોટી ભૂલ, તરત જ તમારો password બદલી નાંખો નહી તો….

Facebookથી ફરી થઇ આટલી મોટી ભૂલ, તરત જ તમારો password બદલી નાંખો નહી તો….

ફેસબુકથી ફરી એકવાર મોટી ચૂક થઇ ગઇ છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટની આ મોટી ચૂક જાણશો તો તમે કા તો તમારુ ફેસબુક એકાઉન્ટ જ ડીલીટ કરી દેશો અથવા તો તેનો પાસવર્ડ બદલી નાંખશો. ફેસબુકે ખુલાસો કર્યો છે કે 600 મિલિયન યુઝર્સના પાસવર્ડ કંપનીના સર્વરમાં પ્લેન ટેક્સટમાં સ્ટોર કરીને રાખવામાં આવ્યાં છે.

ક્રેબ્સન સિક્યુરિટીના રિપોર્ટ અનુસાર ફેસબુક યુઝર્સના આ પાસવર્ડને કંપનીના કર્મચારી સરળતાથી વાંચી શકે છે. આ મામલે કંપનીના સિક્યોરિટી, પ્રાઇવસી અને એન્જીનિયરીંગ વાઇસ પ્રેસિડેન્ટ પેડ્રો કેનહૉતીએ બ્લોગ પોસ્ટમાં લખ્યું કે, આ પાસવર્ડ કંપનીની બહારના કોઇપણ વ્યક્તિ ન જોઇ શકે. આ ઉપરાંત આ વાતનો કોઉ પુરાવો નથી મળ્યો જેનાથી તે વાત સામે આવે કે  પાસવર્ડ દ્વારા કોઇએ ખોટી રીતે એક્સેસ કરવાનો પ્રયાસ કર્યો હોય.

આ સાથે જ તે વાત પણ સામે આવી છે કે આ મામલે જાન્યુઆરી 2019માં કંપનીની નિયમિત સુરક્ષા સમિતી દરમિયાન ખુલાસો થયો હતો. તે ચિંતાનો વિષય છે કે ફેસબુક સતત પોતાના યુઝર્સના પ્રાઇવેટ ડેટાને લઇને સતર્ક નથી.

કેમ્બ્રિજ એનાલિટિકા મામલે ફેસબુક પર પહેલાં જ યુઝર્સનો પ્રાઇવેટ ડેટા લીક કરવાનો આરોપ લાગ્યો છે અને હવે આ મામલો સામે આવ્યા બાદ ફેસબુકપર સવાલો ઉઠી રહ્યાં છે.

Read Also

Related posts

RBIનો નવો નિયમ, હવે બેંક દરરોજ તમારા ખાતામાં નાંખશે 100 રૂપિયા

Mansi Patel

દેશની સૌથી મોટી બેંકે આપી ભેટ, પહેલી ઓક્ટોબરથી મળશે સસ્તી લોન

Mansi Patel

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!