GSTV
Home » News » ફેસબુક પર લાગી શકે છે 3.5 અબજ રૂપિયાનો દંડ, જાણો કારણ

ફેસબુક પર લાગી શકે છે 3.5 અબજ રૂપિયાનો દંડ, જાણો કારણ

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક પર 5 બિલિયન ડોલર (3.5 અબજ રૂપિયા)નો દંડ લગાવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ફેસબુક યુઝર્સ પ્રાઈવસીને લઈને સતત સવાલો થઈ રહ્યા છે. જેના લીધે ફેડરલ ટ્રેડ કમિશન ફેસબુક પર 5 બિલિયન ડોલરનો દંડ વસૂલ કરી શકે છે. જે કંપનીની 1 મહિનાની રેવેન્યૂ બરાબર છે. જોકે, ફેડરલ ટ્રેડ કમિશને દંડની રાશિ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. આ દંડની રકમનું અનુમાન ફેસબુક દ્વારા કરવામાં આવ્યુ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2019ની ફાઈનાન્સિયલ અર્નિંગ રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં આ વાત કહેવામાં આવી છે.

2011માં ફેસબુકે ફેડરલ ટ્રેડ કમિશન સાથે સમજૂતી કરી હતી, જે મુજબ ફેસબુકને ડેટા શેર કરવા માટે યુઝર્સની સહમતિની જરૂર રહેશે. પરંતુ ફેસબુકે કથિત રીતે આ સમજૂતીને તોડી છે. ફેસબુકના સીએફઓ ડેવ વેનરે કહ્યુ છે. આ મુદ્દાનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, એટલે દંડની રકમ કેટલી હશે તે સ્પષ્ટ ન થઈ શકે. ફેસબુકનાં દુનિયાભરમાં 1.56 બિલિયન ડેઈલી એક્ટિવ યુઝર્સ છે.

READ ALSO

Related posts

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!