GSTV

જલસા/ કોરોનામાં Facebookને બખ્ખાં : ભારતમાંથી કમાણી 9000 કરોડે પહોંચી ગઈ, આ છે આવક વધવાના કારણો

Last Updated on July 30, 2021 by Pritesh Mehta

ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ વધવાની સાથે સાથે Facebook જેવા સોશિયલ મીડિયાનો અને તેના પગલે ડિજિટલ માર્કેટનો વ્યાપ પણ વધી રહ્યો છે. દુનિયાની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની Facebookને ભારતનું બજાર ફળી રહ્યું છે. વિતેલા વર્ષ 2020-21 દરમિયાન ભારતમાં Facebookની આવક વધીને 9000 કરોડ રૂપિયા પર પહોંચી છે.

ફેસબૂક

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે તે પહેલાના વર્ષમાં ફેસબૂકની ભારતની આવક 6,613 કરોડ રૂપિયા હતી. જેમાં કોરોનાકાળ દરમિયાન વધારો થયો છે અને આવક 9,000 કરોડ રૂપિયા પર પહોંચી છે. જોકે હજી સુધી ફેસબૂક દ્વારા સત્તાવાર રીતે આંકડા જાહેર કરવાના બાકી છે.

ફેસબુક

છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરનેટ ડેટાની કિંમતોમાં થયેલા ઘટાડા અને સ્માર્ટફોનના પણ સસ્તા થવાના કારણે સોશિયલ મીડિયા કંપનીઓને ફાયદો થઈ રહ્યું છે. બીજી તરફ કોરોનાકળમાં લોકો ઘરે રહ્યા હોવાથી તેમણે મનોરંજન મેળવવાથી માંડીને અભ્યાસ માટે ઈન્ટરનેટનો સહારો લીધો હતો. ફેસબૂક ઈન્ડિયાનું કહેવું છે કે, ગયા વર્ષે યુઝર્સના બિઝનેસ અને બ્રાન્ડ સાથે ઓનલાઈન જોડાવામાં બદલાવ આવ્યો છે. ઓનલાઈન માર્કેટિંગ ખર્ચ વધ્યો છે અને તેના કારણે ડિજિટલ જાહેરાતોનો ગ્રોથ વધ્યો છે.

જાણકારોનું માનવું છે કે, હાલના વર્ષમાં ડિજિટલ માર્કેટમાં 40 ટકાનો વધારો થશે. આ ટ્રેન્ડ બદલાવો શક્ય નથી. ડિજિટલ કંપનીઓની ઈકોનોમીમાં ભાગીદારી વધારે મજબૂત થઈ રહ્યો છે. નાના અને મોટા બિઝનેસ ગ્રાહકો સાથે જોડાવા માટે ઈન્ટરનેટનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!