GSTV

દુનિયાનાં અમુક હિસ્સામાં ફેસબુક થયુ ડાઉન, યુઝર્સ નોટિફિકેશન અને ન્યૂઝ ફીડ નથી ખોલી શકતાં

વિશ્વના કેટલાક ભાગોમાં, ફેસબુક શનિવારે સાંજે 4:30 વાગ્યે ડાઉન થઈ ગયુ હતુ. જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છેકે, ફેસબુક ડાઉન હતું ત્યારે મહત્વપૂર્ણ નોટિફિકેશન અને ન્યૂઝ ફીડ્સએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

જાણકારી મુજબ શનિવારે સાંજે 4:30 વાગ્યે ફેસબુક ડાઉન થવાને કારણે યુઝર્સ ખૂબ પરેશાન રહ્યા હતા. યુઝર્સ તેમના ફેસબુક એકાઉન્ટની મહત્વપૂર્ણ નોટિફિકેશન અને ન્યૂઝ ફીડ્સ ખોલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો સાથે જ, કેટલાક યુઝર્સનું ફેસબુક પેજ લોડ થઈ રહ્યું ન હતું. વિશ્વના વિવિધ ભાગોના લોકો વેબસાઇટ ડાઉન થવાની ફરિયાદ કરી રહ્યા હતા.

ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને યુરોપના યુઝર્સને આ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, એશિયાના કેટલાક દેશોમાં મુશ્કેલીઓ આવી છે. યુઝર્સે આ સમસ્યા ફેસબુક પર ટ્વિટર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું છે કે ન્યૂઝફીડ કામ કરી રહી નથી. બીજા વપરાશકર્તાએ લખ્યું કે ફેસબુક ન્યૂઝફીડ મારા કોઈપણ ઉપકરણો પર ખુલી રહી નથી.  બીજા એક યુઝરે પણ પોતાની ચિંતાઓ શેર કરી અને પૂછ્યું કે શું ફેસબુક હેક થયું છે?. જો કે ફેસબુક દ્વારા હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

READ ALSO

Related posts

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!