દુનિયાભરમાં ઠપ્પ થયું Facebook, કરોડો યુઝર્સ થયા પરેશાન

સોશિયલ સાઇટ ફેસબુક દુનિયાભરના કેટલાક વિસ્તારોમાં થોડીવાર માટે ઠપ્પ થઈ હતી. સાઇટ ડાઉન થવાના કારણે ફેસબુકના યૂઝર્સ પોતાની ન્યૂઝ ફીડ જોઈ ન શકતા નારાજ થયા હતા. ફેસબુક ઠપ્પ થતા યુઝર્સે કેવી કેવી મુશ્કેલીઓ આવી તેની વાત ટ્વીટર પર પોસ્ટ કરી શેર કરી હતી.

જો કે ફેસબુક એપ સારી રીતે કામ કરી રહ્યુ હતુ. ફેસબુક ડાઉન થતા ન્યૂઝફીડતો ન દેખાઈ પણ પ્રોફાઈલ ચોક્કસ જોઈ શકાતી હતી. લોકોએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે તેમનું સ્ટેટસ, ફોટો અને વીડિયો પોસ્ટ તો થઈ રહ્યો છે. ફેસબુકમાં આ મુશ્કેલી ફક્ત ભારતમાં જ નહી પરંતુ દુનિયાભરના યુઝર્સને થઇ રહી હતી.

એરર મેસેજ
ફેસબુક ઓપન કરતાં જ ‘સમથિંગ રૉંગ’ અને ‘ટ્રાય રિફ્રેશિંગ ધ પેજ’ મેસેજ દેખાતો હતો. આ દરમિયાન ટ્વિટર પર લોકોએ આ એરર અંગે ટ્વિટ પણ કર્યા.

ફેસબુક ડાઉન થતા દુનિયાભરમાંથી યૂઝર્સે સતત ટ્વીટ કર્યા હતા. આ દરમિયાન વપરાશ કારોએ ફેસબુકના ડેસ્કટોપ સ્ક્રીન પર એરર મેસેજ દેખાઈ રહ્યો હતો. ત્યાં સમથિંગ વેન્ટ રોન્ગ અને ટ્રાઈ રિફ્રેશિંગ ધ પેજનો મેસેજ જોવા મળ્યો હતો.

જો કે ક્યા કારણે ફેસબુક ડાઉન થયુ છે તેની કોઈ જાણકારી મળી નથી. ફેસબુક તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.

અગાઉ પણ થયું હતું ડાઉન


ઉલ્લેખનીય છે કે ગયા મહીને કેટલોક સમય ફેસબુક ડાઉન થયુ હતુ. આ દરમિયાન પણ સોશિયલ નેટવર્કિગ સાઈટનો ઉપયોગ કરી નહોતા શકતા. જણાવી દઇએ કે ફેસબુક તરફથી આ સમસ્યાને લઇને કોઇ પ્રતિક્રિયા આવી નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter