GSTV
Home » News » FACEBOOKનું નવુ ફીચર, ફોટો ઝૂમ કરીને જોયો તો ફસાઈ જશો તમે

FACEBOOKનું નવુ ફીચર, ફોટો ઝૂમ કરીને જોયો તો ફસાઈ જશો તમે

Facebook પર જો કોઈ ફોટોને ઝૂમ કરીને જોવા માટે ડબલ ટેપ કરો છો તો હવે તમારે વિચારવાની જરૂર છે. કારણકે Facebookએ Instagram વાળુ ફીચર હવે Facebook એપ પર શરૂ કરી દીધુ છે. તેની જાહેરાત કંપનીએ પાછલા મહિને જ કરી દીધી હતી. પરંતુ હવે યુઝર્સને આ ફીચર મળી રહ્યુ છે.

હકીકતમાં Facebookના  iOSએપમાં હવે કોઈ પણ ફોટોને ડબલ ટેપ કરીને લાઈક કરવાનું ફીચર આવી ગયુ છે. Instagram પર પહેલાથી જ આ ફીચર હતુ. કોઈ પણ ફોટોને લાઈક કરવા માટે તમારે ડબલ ટેપ કરવાનું હોય છે. એની પહેલા સુધી Facebookમાં ફોટો ઝુમ કરવા માટે ડબલ ટેપ કરવાનું હતુ.

પરંતુ તમે હવે કોઈ પણ યુઝરનાં ફોટોને ઝુમ કરીને જોવા માટે ડબલ ટેપ કરો છો તો હવે તે લાઈક માનવામાં આવશે. જોકે આ ફીચર ધીમે ધીમે બધા જ યુઝર્સને આપવામાં આવી રહ્યુ છે હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યુ નથીકે, ઓન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફીચર ક્યારે શરૂ થશે.

તમને ખબર જ હશે કે, Instagram પણ હવે Facebookની જ કંપની છે. અને હાલમાં જ Facebookના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક, ઈન્સ્ટા, મેસેન્જર અને વોટ્સએપને મર્જ કરીને ક્રોસ પ્લેટફોર્મ મેસેજીંગ સિસ્ટમ કરવા વીશે કહ્યુ હતુ.

whatsapp profile

આની પહેલાં પણ ઈન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સ ફેસબુક અને વોટ્સએપમાં આપવામા આવ્યા છે. તેમાં સ્ટોરી ફીચર સૌથી ખાસ છે. જે હવે  ફેસબુક અને મેસેન્જરમાં આપવામાં આવે છે.

READ ALSO

.

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!