તમારા કપડાં અને સ્માર્ટફોન પરથી જાણવા મળશે કે તમે કોને વોટ આપશો, જાણો કેવીરીતે

ફેસબુક તમારા જીવનમાં એટલી હદે ઘુસી ગયુ છે કે ફેસબુક રાજકીય પાર્ટીઓને એવુ પણ જણાવી શકે છે કે તમે કઈ પાર્ટીને મત આપવાના છો. હા આ વાંચવામાં તમને થોડું અજીબ લાગ્યું હશે, પરંતુ આ વાસ્તવિકતા છે અને તેનો ખુલાસો તેમણે જ કર્યો છે, જેણે ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકા કાંડને દુનિયાની સામે મૂક્યો હતો.

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીકના વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાઇલી મુજબ અત્યાર સુધી લોકોને ક્રિમિનલ પ્રોફાઇલિંગ વિશે માહિતી છે, પરંતુ હવે ફેશન પ્રોફાઇલિંગ પણ થવા લાગી છે અને રસપ્રદ વાત એ છે કે વર્ષ 2016માં અમેરિકામાં થયેલ રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ફેશન પ્રોફાઇલિંગનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગયા મહિને નવેમ્બરમાં ધ બિઝનેસ ઑફ ફેશનના એક ઈવેન્ટમાં ક્રિસ્ટોફર વાઇલીએ જણાવ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકાએ વોટરની પ્રોફાઇલનું વિશ્લેષણ કર્યુ અને ડેટા વેચ્યો હતો.

ફેશન પ્રોફાઇલિંગ દ્વારા ફેસબુક યૂઝર્સની ટાઇમલાઇનને ટ્રેક કરવામાં આવે છે કે તેઓ કઈ રીતે કપડાં પહેરે છે, કયુ ગીત સાંભળે છે અને તેમની પાસે કયો સ્માર્ટફોન છે. ક્રિસ્ટોફર વાઇલીએ જણાવ્યું કે લોકોને ફેશન બ્રાન્ડ્સ ડેટા દ્વારા અંદાજો લગાવી શકાય છે કે લોકોની વિચારધારા શું છે અને તેઓ કઈ પાર્ટીને પસંદ કરી શકે છે.

ઉદાહરણ માટે જે લોકોની પાસે કાર છે અને તેના વિસ્તારના રસ્તા સારા છે તો તેઓ વર્તમાન રાજકીય પાર્ટીને જ મત આપશે. એમ પણ લોકો અલગ-અલગ બ્રાન્ડના કપડાં પહેરે છે અને તેનાથી તેની રાજકીય સમજ પણ જાહેર થાય છે. લોકોની ફેશન પ્રોફાઈલિંગ માટે તેમની ઑનલાઇન શૉપિંગ સાઇટને પણ ટ્રેક કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો તમે આવી બ્રાન્ડના પ્રોડક્ટ ખરીદી રહ્યાં છો, જે વર્તમાન સરકારની સાથે જોડાયેલી છે તો તેનાથી સ્પષ્ટ થાય છે કે તમે સરકારની સાથે છો.

ઉલ્લેખનીય છે કે હાલમાં બ્રિટિશ પાર્લામેન્ટ કમિટીના રિપોર્ટ પરથી આ વાતનો ખુલાસો થાય છે કે ફેસબુક કેટલીક ખાસ કંપનીઓ સાથે પોતાના યૂઝર્સનો ડેટા શેર કરે છે. કમિટી દ્વારા દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે ફેસબુક એરબેંબ, લિફ્ટ અને નેટફ્લિક્સ જેવી કંપનીઓને પોતાના યૂઝર્સનો ડેટાને એક્સેસ કરવાનો અધિકાર આપ્યો છે. આ બધા દસ્તાવેજ વર્ષ 2012 થી 2015ની વચ્ચેના છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter