શું સોશિયલ મીડિયા ફેસબુક યુઝર્સ છો? જો જવાબ હા, છે તો તમારે સાવધાની રાખવાની બહુ જરૂર છે. અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના લગભગ 50 કરોડ જેટલા યુઝર્સના ડેટા લીક થયાના અહેવાલ આવ્યા છે અને લીક થયેલા યુઝર્સ ડેટા ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે. ફેસબુક યુઝર્સના ફોન નંબર બોટ મારફતે ટેલીગ્રામ પર વેચવામાં આવી રહ્યા છે.

61 લાખ ભારતીય યુઝર્સના પણ ડેટા શામેલ
મધરબોર્ડની રિપોર્ટ મુજબ લીક થયેલા ફેસબુક યુઝર્સના ડેટા ટેલીગ્રામ બોટ પર વેચાઇ રહ્યા છે. તેમાં ચિંતા કરવાની સૌથી મોટી વાત એ છે કે તેમાં 61 લાખ ભારતીય યુઝર્સના પણ ડેટા શામેલ છે. સિક્યોરિટી રિસર્ચના Alon golને ટ્વિટર પર આની માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, મોટી સંખ્યામાં ફેસબુક યુઝર્સના ડેટા સાઇબર ક્રાઇમ કોમ્યુનિટીમાં વેચવામાં આવી રહ્યા છે જેના લીધે લોકોની ગોપનિયતા જોખમમાં મુકાઇ શકે છે. લોકોની સાથે ઓનલાઇન છેતરપીંડિ કરવા માટે સાયબર હેકર્સ આવા ડેટાનો ઉપયોગ કરતા હોય છે. આ કારણસર જ લોકોની સુરક્ષાને લઇને માઠા પરિણામો ભોગવવા પડે છે.
61 લાખ ભારતીય યુઝર્સ હોવાનો પ્રાથમિક અંદાજ
મધરબોર્ડની રિપોર્ટ મુજબ ડેટામાંથી ફેસબુક એકાઉન્ટ સાથે લિંક થયેલ મોબાઇલ નંબરનું વેચાણ લગભગ 1400 રૂપિયા (20 ડોલર)માં વેચાઇ રહ્યો છે. એક પ્રકાશિત સમાચાર મુજબ અન્ય ડેટાનો પણ આવી જ રીતે ભાવ નક્કી કરવામાં આવ્યો છે. લગભગ 100 દેશોના ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા છે જેમાંથી 61 લાખ ભારતીય યુઝર્સ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી