GSTV
Home » News » FB મેસેન્જર, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં થશે આ મોટો બદલાવ, ચેટ બનશે વધુ મજેદાર

FB મેસેન્જર, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં થશે આ મોટો બદલાવ, ચેટ બનશે વધુ મજેદાર

નવા વર્ષની શરૂઆતમાં જ ફેસબુક કંઇક નવુ કરવાની તૈયારીમાં છે. સોશિયલ મીડિયા ફર્મે જણાવ્યું કે આવનારા સમયમાં તે વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને એક સાથે લાવી શકે છે જેનો ઉપયોગ દરરોજ કરોડો યુઝર્સ કરી શકશે. એક અહેવાલ અનુસાર વૉટ્સએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામને ટૂંક સમયમાં મર્જ કરવામાં આવી શકે છે.

તેનો અર્થ એ છે કે એક વૉટ્સએપ યુઝર હવે મેસેજન્ર અથવા ઇન્સ્ટાગ્રામ યુઝર સાથે પણ ચેટ કરી શકે છે. તેનાથી યુઝરને એક જ પ્લેટફોર્મ પરથી અનેક યુઝર સાથે ચેટ કરવામાં સરળતા રહેશે. ફર્મે જણાવ્યું કે આ ત્રણેય એપ્સ પોતાની રીતે કામ કરશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ માર્ક આ પગલું વહેલી તકે લેવા માગે છે ત્યાં ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના અનેક કર્મચારી આ પગલાથી ખુશ નથી. ત્યા સુધી કે કેટલાંક વૉટ્સએપ કર્મચારીઓએ કંપની પણ છોડી દીધી છે.

કર્મચારીઓ આવું એટલા માટે કરી રહ્યાં છે કારણ કે પ્લેટફોર્મ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન અને યુનિફિકેશન માટે જાણીતું છે. જો એવું થશે તો એનક્રિપેશન અને પ્રાઇવસી પરથી ફોકસ હટી શકે છે.

જણાવી દઇએ કે જો આવું શક્ય બનશે તો આ અત્યાર સુધીનો સૌથી મોટો દાવ હશે. સાથે જ કરોડો યુઝર્સ માટે પણ આ સૌથી મોટુ ફિચર બની જશે.

Read Also

Related posts

અમદાવાદ પોલીસને સલામ, ફૂટપાથ પર રહેતા બાળકો માટે બે વર્ષથી કરેશે આ કામ

Nilesh Jethva

આ એક ભૂલે કરોડોનું ફૂલેકુ ફેરવનાર ચાંડાલ ચોકડી આવી સુરત પોલીસના સકંજામાં

Nilesh Jethva

કલંકનો આ એક્ટર બંધાવા જઇ રહ્યો છે લગ્નના બંધનમાં, ગર્લફ્રેન્ડ સાથે આ દિવસે લેશે સાત ફેરા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!