ફેસબુક યુઝર્સ પર ફરી મુસીબત 68 લાખ એકાઉન્ટ પર અસર

ફેસબુક એવી ભૂલ પર માફી માંગી કે જેથી યુઝર્સના એવા ફોટોઝ સામે આવતા કે જે તેમણે ક્યારે પણ શેયર ના કર્યા હોય. આ ભૂલથી થર્ડ પાર્ટી એપ્લીકેશન્સ દ્વારા ૧૨ દિવસમાં ૬૮ લાખ લોકોના એકાઉન્ટ પર અસર જોવા મળી હતી.

ફેસબુકનું કહેવું છે કે થર્ડ પાર્ટી એપને યુજર્સના ફોટો સુધી પહોંચવાની પરવાનગી આપવા દરમિયાન આ ભૂલ ૧૩ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બરની વચ્ચે થઈ હતી.

ફેસબુકે જણાવ્યું કે, ‘જયારે કોઈ યુઝર્સ ફેસબુક પર તેના ફોટો સુધી પહોંચવાની કોઈ પણ એપને પરવાનગી આપે છે, તો ત્યારે આવી એપ્સને યુઝર્સ દ્વારા તેમની ટાઇમલાઈન પર શેયર કરેલા ફોટો સુધી પહોચવાની પરવાનગી આપવામાં આવે છે.’

કંપનીએ કહ્યું કે, આ કેસમાં ભૂલે ડેવલોપર્સને એવા ફોટોઝ સુધી પહોચવાની પરવાનગી આપી હતી કે જયારે યુઝર્સે માર્કેટ પ્લેસ અથવા ફેસબુક સ્ટોરી પર શેયર કર્યા હતા.

તપાસ શરૂ

આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન સંસ્થાએ ફેસબુકની તપાસ શુક્રવારથી શરુ કરી દીધી છે. આઈરીશ ડેટા પ્રોટેક્શન કમિશન (ડીપીસી)ની તપાસ નવા સખત યુરોપીય કાનુન હેઠળ થશે.

આવી તપાસ ઓક્ટોબરમાં પણ કરવામાં આવી હતી જયારે ફેસબુક પાંચ કરોડ યુઝર્સના એકાઉન્ટની સુરક્ષમાં ખામી હોવાનું સ્વીકાર્યું હતું. સંચાર પ્રમુખ ગ્રાહમ ડોયલે કહ્યું કે, ‘આઈરીશી ડીપીસીએ ૨૫ મેં ૨૦૧૮એ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનના આવ્યા બાદ ફેસબુકમાં સુરક્ષાને લઈને કેટલીક ખામીઓની નોટીફીકેશન મળી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter