GSTV
Home » News » ફેસબુકે ચૂંટણી અભિયાન હેઠળ કરી આ મોટી કાર્યવાહી

ફેસબુકે ચૂંટણી અભિયાન હેઠળ કરી આ મોટી કાર્યવાહી

ફેસબુકે પોતાના ચૂંટણી અભિયાન હેઠળ ફરી એક વખત મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ 30 ફેસબુક એકાઉન્ટ અને 85 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લૉક કર્યા છે. ફેસબુકને આ વાતની શંકા હતી કે આ બધા એકાઉન્ટ અમેરિકન મધ્યવર્તી ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરી શકતા હતાં અને આ એકાઉન્ટ કેટલાંક વિદેશી સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. ફેસબુકે આ વાતની માહિતી પોતાના બ્લૉક દ્વારા આપી છે.

ફેસબુકે પોતાના બ્લૉગમાં કહ્યું કે આ એકાઉન્ટ અંગે તેને જાણકારી અમેરિકન કાનૂન પ્રવર્તન તરફથી રવિવારે મળી હતી. અમેરિકન કાનૂન પ્રવર્તનને હાલમાં જ આ એકાઉન્ટની ગતિવિધિઓ પરથી જાણવા મળ્યું હતું કે આ લોકો ચૂંટણીમાં દખલઅંદાજી કરી શકે છે. રિપોર્ટ બાદ ફેસબુકને આ એકાઉન્ટ પર શંકા ગઈ અને ત્યારબાદ કંપનીએ 30 ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લૉક કરી દીધા છે. જોકે, આ એકાઉન્ટની તપાસ હજુ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ ફેસબુકે એક માર્કેટિંગ સમૂહ સાથે જોડાયેલા 68 પેજ અને 43 એકાઉન્ટ બંધ કરી દીધા છે, જે અંગે મનાઈ રહ્યું છે કે તેઓ બ્રાઝીલમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના દક્ષિણપંથી ઉમેદવાર જેયર બોલસોનારોના પક્ષમાં પ્રચાર કરી રહ્યાં હતાં. ફેસબુકે એક નિવેદન જાહેર કરી કહ્યું, ખોટી નિવેદનબાજી અને સ્પામની અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવા માટે અમે રાપોસોસ ફર્નાન્ડીઝ એસોસિએટ્સ (આરએફએ) સાથે જોડાયેલા પેજ અને એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અમારી સ્પેમ નીતિઓનું ઉલ્લંઘન કરવા માટે કરવામાં આવી છે.

READ ALSO

Related posts

લાલુને ઝેર આપીને કેન્દ્ર સરકાર મારવા માગે છે: રાબડી દેવી

Karan

દૂધસાગર ડેરીનાં વિવાદમાં નિતીન પટેલે જંપલાવ્યું, કહ્યું,મારા એક ફોનથી ડેરીને કરોડો રૂપિયાની…

Riyaz Parmar

વનપ્રેમીઓ આનંદો: ગીર જંગલમાં સિંહબાળની સંખ્યામાં વધારો, આટલા નવા સિંહબાળ નોંધાયા

Riyaz Parmar