GSTV
Home » News » અમેરિકા સહિત યુરોપમાં ફેસબુક થયું ઠપ્પ, લોકોએ Twitter પર ઝુકરબર્ગની ક્લાસ લઈ નાખી

અમેરિકા સહિત યુરોપમાં ફેસબુક થયું ઠપ્પ, લોકોએ Twitter પર ઝુકરબર્ગની ક્લાસ લઈ નાખી

facebook instagram down outage

અમેરિકા અને યુરોપમાં ગઈ કાલે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઊન થતા લાખો યુઝર્સને ફટકો પડ્યો હતો. યુઝર્સે નિરાશા બીજી સોશિયલ મીડિયા સાઈટ પર ઠાલવી હતી. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ભૂલને લોકોએ ટ્વીટર પર શેર કર્યું હતું. જો કે હજુ સુધી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઊન હોવા પાછળ ક્યા કારણો જવાબદાર છે તેની કંપનીએ કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી.

યુએસ અને કેનેડાથી લઈને ઈટાલી સુધી યુઝર્સ એક કલાક સુધી મુસીબતમાં મુકાયા હતા. યુઝર્સ સાઈટ પર લોગ ઈન અને પોસ્ટ નહોતા કરી શક્યા. જેની અસર પણ દુનિયાના કેટલાક વિસ્તારોમાં દેખાઈ હતી. આ સમયે ફેસબુકના પ્રવક્તાએ પુષ્ટિ કરતા કહ્યું હતું કે, કેટલાક લોકોને ફેસબુકથી જોડાયેલા એપ સાથે જોડાવામાં પરેશાની થઈ રહી છે. જોકે બાદમાં પ્રવક્તા પણ આ સમસ્યાનું નિરાકરણ નહોતું બતાવી શક્યા.

કેલિફોર્નિયાની દિગ્ગજ કંપની ફેસબુકના બે બિલિયનથી વધારે યુઝર્સ છે. ભારતમાં પણ કરોડો યુઝર્સ આ સાઈટનો ઉપયોગ કરે છે. યુઝર્સની ટ્વીટના કારણે ફેસબુક એક્સેસ ન કરી શકતા હોવાની માહિતી મળી હતી. જેનાથી કંપનીને ડાઉન હોવાની સમસ્યાનો ખ્યાલ આવ્યો હતો.

ફેસબુક પણ ટ્વીટર દ્રારા એક નિવેદન જારી કર્યુંહ હતું, અમે જાણીએ છીએ કે હાલમાં ફેસબુકથી જોડાયેલી એપ્લિકેશન સુધી પહોંચવામાં લોકોને તકલીફ પડી રહી છે. અમે જલ્દીથી જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, આ બે મુદ્દા પર રહેશે સમગ્ર ભારતની નજર

Mayur

અનંતનાગમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓનો કર્યો ઘેરાવો

Mayur

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!