GSTV

આ ચર્ચાસ્પદ એપે 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલા બાળકના માતા-પિતા શોધી કાઢ્યા

લોકોની વૃદ્ધાવસ્થાની તસવીર બનાવતી એપ FaceApp આજકાલ બહુ ચર્ચામાં છે. જેના દ્વારા લોકો #AgeChallenge લઈને સોશિયલ મીડિયા પર પોતાની વૃદ્ધાવસ્થાની તસવીરો પોસ્ટ કરે છે. એક બાજુ આ એપ સાથે સંકળાયેલ સિક્યોરિટી બાબતે ચર્ચા થઈ રહી છે, ત્યાં આ એપ એક પરિવાર માટે નસીબદાર સબિત થઈ છે.

એપમાં ઉપયોગમાં લેવાયેલ AI ટેક્નોલૉજીના કારણે મા-બાપને લગભગ 20 વર્ષ પહેલાં ખોવાયેલું બાળક મળી ગયું. આ બાળક જ્યારે ખોવાયું ત્યારે 3 વર્ષનું જ હતું. બાળકને કિડનેપ કરવામાં આવ્યું હતું. ફેસએપની મદદથી પોલીસ બળકને શોધવામાં સફળ રહી.

આ ઘટના ચીનની છે. બાળકને શોધવા માટે પોલીસે ચીનની ટેક કંપની Tencentની બનાવેલ AL ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલૉજીએ બાળકની બાળપણની તસવીરને કન્વર્ટ કરી બતાવ્યું કે, તે અત્યારે કેવો લાગતો હશે. ત્યારબાદ ઇન્વેસ્ટિગેટર્સે આ તસવીરને ફેશિયલ રિકોગ્નિશન ટેક્નોલૉજી સાથે મેચ કરી.

એક સોફ્ટવેરની મદદથી 100 લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા અને તેમાંથી બાળકને શોધવામાં સફળતા મળી. તેનું નામ યૂ વીફેંગ છે અને કૉલેજ સ્ટૂડન્ટ છે.

આ બાબતની તપાસ કરી રહેલ ઝેંગ ઝેનહાઇએ જણાવ્યું કે, જ્યારે અમે વીફેંગને મળ્યા ત્યારે તેને કિડનેપની વાત સ્વીકારવાની ના પાડી દીધી, પરંતુ DNA ટેસ્ટત્થી સ્પષ્ટ થઈ ગયું. ઝેંગે જણાવ્યું કે, કિડનેપિંગ બાદથી જ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી અને અમે આશાવંત હતા.

યૂ વીફેંગ 6 મે 2001 ના રોજ ગાયબ થયો હતો. તેના પિતા એક કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા હતા અને તે ત્યાં રમી રહ્યો હતો.

વીફેંગના અસલી માતા-પિતાએ છેલ્લા 18 વર્ષથી તેમના બાળકની પરવરિશ કરી રહેલ પેરેટ્સનો આભાર માન્યો. વીફેંગના પિતાએ કહ્યું, “હું અને વીફેંગની પરવરિશ કરી રહેલ પિતા ભાઇઓ જેવા બની ગયા છીએ. હવે મારા દીકરાના બે પિતા છે.”

Related posts

અમેરિકાને કોરોના યુદ્ધ સામે જીતવા બિલ ગેટ્સે આપી સલાહ, આ વસ્તુઓ પર રાખે ખાસ ધ્યાન

Ankita Trada

Lockdownમાં નકલી ડોક્ટર બનીને આરામથી ફરી રહ્યો હતો યુવક, પોલીસે પક્યો અને પછી જે હાલ થયા…

Arohi

ચિંતા વધારી શકે છે આંકડા, આ રાજ્યમાં 3,5,8 વર્ષના ભુલકાઓને પણ Corona પોઝિટીવ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!