GSTV
Home » News » FaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો આ રીતે કરી રહી છે ઉપયોગ

FaceAppથી ચહેરો બદલનારાઓ થઈ જાઓ સાવધાન, કંપનીને તમારો આ રીતે કરી રહી છે ઉપયોગ

FaceApp જે 2017માં લોન્ચ થઈ હતી, હવે એક વાર ફરી the old age ફિલ્ટરને લઈ વાયરલ થઈ રહી છે. ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લોકો પોતાની તસવીર શેર કરી રહ્યા છે. લોગ old ageનો ફિલ્ટર લગાવીને ફોટો શેર કરી રહ્યા છે, જેમાં તે વુદ્ધ જોવા મળી રહ્યા છે.

પરંતુ આ બધા વચ્ચે એપની ટર્મ્સ એન્ડ કંડીશન્સને પ્રાઈવસીને લઈને મોટી ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કંપનીએ પણ આ મુદ્દો હેડ ઓફિસ સમક્ષ ઉઠાવ્યો છે. ફેસએપની વાત કરતા કહ્યું કે ખાલી સારા પરર્ફોમન્સ માટે ક્લાઉડમાં ફોટો પ્રોસેસિંગ કરે છે, પરંતુ તે અન્ય ફોટા ફોનમાંથી કલાઉડમાં ટ્રાન્સફર નથી કરતા. ટ્વિટર પર યુઝર્સે આ એપના ટર્મ્સ એન્ડ કંડિશન્સને લઈ સવાલ ઉઠાવ્યા છે.

તેમાં એક મહત્ત્વનો મુદ્દો એ સામે આવી રહ્યો છે કે જો તમે એપનો ઉપયોગ કરી રહ્યા છો તો તે આ વાતનું લાયસન્સ આપી રહી છે કે તમારો એડિટિંગ ફોટો ક્યાંય પણ ઉપયોગ કરી શકે છે, કમર્શિયલ કામ માટે પણ. આ કંડિશન્સમાં પર્પિચુઅલ, ઈરવોકેબલ, રોયલટી ફ્રી અને વર્લ્ડવાઈડ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એટલે કે તમે એક વાર તમારો ફોટો એડિટ કરવા એપનો ઉપયોગ કરો છો, તો કંપની દુનિયાની કોઈ પણ જગ્યાએ પ્રમોશન માટે તમારો ફોટો ઉપયોગ કરી શકે છે. આ એપમાં તમારા એડિટેડ ફોટોઝ મોસ્કોમાં billboardમાં પણ ઉપયોગ કરી શકે છે અને તમે તેની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરી શકો.

કેમકે તેની ટર્મ્સ એન્ડ કંડિશન્સ જ કંઈક એવી છે. આ એપ ફોટો એડિટ કરવા માટે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે. જે એક પ્રકારનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ છે. ટ્વીટર, ફેસબુક, અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર લોગ બહુ પોસ્ટ શેર કરે છે. એટલું જ નહીં ક્રિકેટર્સ, સેલિબ્રિટીઝ પણ આ એપનો ઉપયોગ કરીને ફોટો શેર કરી રહ્યા છે.

Read Also

Related posts

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!