GSTV
Home » News » સાવધાન! FaceApp સમજીને યુઝર્સ ડાઉનલોડ કરી રહ્યા છે ‘નકલી એપ’, ફોનમાં આવ્યો ખતરનાક વાયરસ

સાવધાન! FaceApp સમજીને યુઝર્સ ડાઉનલોડ કરી રહ્યા છે ‘નકલી એપ’, ફોનમાં આવ્યો ખતરનાક વાયરસ

સોશિયલ મીડિયા પર ઝડપથી ફેમસ થઈ રહેલી FaceAppને લઈ કેટલાક પ્રાઈવસીના સવાલ ઉભા થયા હતા અને હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. FaceAppની ચર્ચાને લઈ હવે હેકર્સે એવા જ પ્રકારની Fake App બનાવી છે.

સિક્યોરિટી ફર્મ Kasperskyને યુઝર્સને ચેતાવણી આપી છે કે ફેસએપના જેવી જ રૂબરૂ દેખાવા વાળી કેટલીક બીજી એપ પણ આવી ગઈ છે, જેનાથી યુઝર્સના પ્રાઈવસી, ડેટાને લઈ મોટો ખતરો ઊભો થાય તેમ છે. બતાવવામાં આવે છે કે આ એપની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે કોઈપણ યુઝર્સ તેની પકડમાં સરળતાથી આવી શકે અને અસલી એપ સમજીને ડાઉનલોડ કરી લે.

જાણકારી મળી છે કે જેવા યુઝર તેને અનઓફિશિયલ સોર્સથી ઈન્સ્ટોલ કરીને ડાઉનલોડ કરે છે, તેને ફોનમાં MobiDashનામની એડવેયર મોડ્યુલ આવી જાય છે, જે ફોનમાં જાહેરાત આવી જાય છે. Kaspersky મુજબ જાણવા મળ્યું છે કે બે દિવસમાં 500થી વધુ લોકોએ આ ફેક એપને ડાઉનલોડ કરી છે.

સિક્યોરિટીને લઈ ફોર્સપોઈન્ટની સિક્યોરિટી સ્ટ્રટેજિસ્ટ Alvin Rodriguesનું કહેવું છે કે તમારો ચહેરો તમારો પર્સનલ કોપીરાઈટર છે. જો તમે ફેસ એપ જેવી એપનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને પોતાના ડિવાઈસ, ફાઈલ્સ લોગઈન કરવાની મંજૂરી આપી રહ્યા છો. જેવી કે કેટલીક મોબાઈલ કંપનીઓ ફોન લોક, અનલોક કરવા માટે Facial Recognition ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

Read Also

Related posts

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!