GSTV

WhatsApp માં આવી રહ્યું છે ફેસ અનલોક ફીચર, ફોન ચેન્જ થવા પર પણ કરશે કામ

Last Updated on November 15, 2020 by Ankita Trada

ઈન્સટેન્ટ મેસેજિંગ એપ WhatsApp અવાર-નવાર પોતાના યૂઝર્સ માટે નવા-નવા ફીચર્સ અપડેટ લઈને આવતુ રહે છે. તો હવે સમાચાર મળ્યા છે કે, એપમાં ખૂબ જ જલ્દી નવુ ફીચર ફેસ અનલોક આવી રહ્યું છે. એપના એન્ડ્રોયડ યૂઝર્સ અત્યાર સુધી ફિંગરપ્રિંટ લોકનો જ વપરાશ કરતા હતા, પરંતુ હવે તેમને જલ્દી જ ફેસ અનલોકની ફેસિલિટી પણ મળવાની છે. તો iOS માટે WhatsApp માં પહેલા થી જ ફેસ અનલોક ફીચર આપવામાં આવી ચૂક્યું છે.

જલ્દી લોન્ચ થશે ફીચર

WABetaInfo ને WhatsApp ના બીટા બિલ્ડ 2.20.203.3 માં આ આગામી એન્ડ્રોયડ ફીચર વિશે જાણવા મળ્યું છે. જોકે, આ ફીચર ક્યારે લોન્ચ થશે તેની સત્તાવાર જાણકારી સામે આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે, જલ્દી જ આ ફીચર એન્ડ્રોયડ યૂઝર્સ માટે રોલ આઉટ કરી દેવામાં આવશે.

ફોન ચેન્જ કરવા પર પણ કરશે કામ

WhatsApp નું આ નવું ફીચર ફોન ચેન્જ કરવા પર પણ કામ કરશે. એટલે સ્માર્ટફોન બદલવા પર પણ તમે જૂના ફોનના ફેસ અનલોકથી એપ ઓપન કરી શકશે. એક રીપોર્ટની માનીએ તો WhatsApp બીટા બિલ્ડ 2.20.203.3 ફિંગરપ્રિંટ લોકને પણ પહેલાથી શ્રેષ્ઠ બનાવશે.

ફિંગરપ્રિંટ સિવાય ઓપ્શન નથી

ફેસ અનલોક ફીચર આવ્યા બાદ એપ પર ફિંગરપ્રિંટ લોક ઓપ્શનને બાયોમેટ્રિક લોકમાં ચેન્જ કરી દેવામાં આવશે. કારણ કે, આ ફીચર એકથી વધારે રીતથી લોકને અનલોક કરી શકશે. WhatsApp પણ ફિંગરપ્રિંટ અથવા ફેસ રિકગ્નિશનના ફેલ હોવાના કેસમાં વિશિષ્ટ ઓળખાણ પર વિચાર કરશે. અત્યારે જે ફીચર છે તે પ્રમાણે જો ફિંગરપ્રિંટથી એપ અનલોક નહી થાય તો કોઈ બીજો ઓપ્શન મળશે નહી.

READ ALSO

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!