GSTV
Home » News » પોલીસે FaceAppની મદદથી ફોટો બદલી 18 વર્ષ પહેલા કિડનેપ થયેલા બાળકને શોધ્યો

પોલીસે FaceAppની મદદથી ફોટો બદલી 18 વર્ષ પહેલા કિડનેપ થયેલા બાળકને શોધ્યો

18 વર્ષ પહેલા કિડનેપ થયેલા એક બાળકને શોધી લેવામાં આવ્યો છે. આ બાળકને શોધવા માટે મહત્તવની ભૂમિકા ફેસએપ ટેક્નોલોજીએ નિભાવી. જણાવી દઈએ કે FaceApp હાલ ખુબ જ ચર્ચામાં છે. FaceAppજેવી ટેકનીકથી જ ચીની અધિકારીઓએ 21 વર્ષના યુવકને શોધવામાં સફળતા મળી.

હકિકતે યુ વીફેંગ નામના છોકરાની માત્ર બાળપણની ફોટો પોલિસ પાસે હતો. તે ફોટોના આઘાર પર 21 વર્ષના છોકરાને શોધવો મુશ્કેલ હતો. એવામાં પોલિસે ફેસ એપનો ઉપયોગ કરી બાળપણની ફોટોને એડલ્ટની ફોટોમાં બદલ્યુ. તે ત્રણ વર્ષનો હતો જ્યારે તે કિડનેપ થયો હતો.

તેના કેસને થોડા સમય પછી બંધ કરી દીધો હતો. ત્યાર પછી આ કેસને ફરી ખોલવામાં આવ્યો અને આ એપની મદદ લેવામાં આવી. ત્યાર પછી 100 લોકોના ફેસને બાળકના એડલ્ટ ફોટોને મેચ કરાવવામાં આવી હતી.

છેલ્લે વીફેંગની જાણકારી મળી ગઈ અને ખબર પડી કે તે ગુઆંગઝોઉમાં સ્ટડી કરી રહ્યોં છે. શરૂઆતમાં તે માનતો ન હતો કે તેને કિડનેપ કરવામાં આવ્યો હતો પરંતુ ડીએનએ રીપોર્ટમાં તેના બાયોલોજિકલ પેરેન્ટસની જાણકારી મળી. તેમ છતા અત્યારે તે તેને દતક લીધેલા બાળક સાથે રહેશે.

READ ASLO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!