GSTV
Home » News » facebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી શકે છે ફ્રીમાં આ સર્વિસ

facebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી શકે છે ફ્રીમાં આ સર્વિસ

દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક ફેસબુક પૈસા સાથે જોડાયેલી લેન-દેનની એક સર્વિસ સાથે કામ કરી રહી છે. રિપોર્ટસ્ મુજબ જાણવા મળ્યું છે કે કંપની બિટકોઈનની જેમ પેમેન્ટ માટે ક્રિપ્ટોકસન્સીને લાવવાની તૈયારીમાં છે. તેના માટે ફેસબુક એક નવી સિસ્ટમ ડેવલપ કરી રહી છે.

આ કરન્સી આવનારા વર્ષમાં લોન્ચ થવાની સંભાવના છે. માનવામાં આવે છે કે આ સ્થિર ડિજિટલ કરન્સી હશે. આ બાબતની પૂરી જાણકારી પછી મળશે, પરંતુ રિપોર્ટ અનુસાર તેને પહેલા ગ્લોબલ કોઈન કહેવામાં આવતું હતું, પણ તેને અત્યારે લિબ્રા કહેવામાં આવે છે. વોલ સ્ટ્રીટ જનરલ અનુસાર તેનો કોડનેમ લિબ્રા છે.

જાણકારી મળી છે કે વીઝા, માસ્ટરકાર્ડ, પેપાલ અને ઉબર જેવી ઘણી કંપની ફેસબુકની આ ડિજિટલ કરન્સી પ્રોજેક્ટ સાથે જોડાઈ રહી છે. ત્યારબાદ ફેસબુક તેની પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી શકે છે. ફેસબુકની ટીમ ડોલર અને યુરો જેવી કરંસીની જગ્યાએ એક ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવા માટે ટીમ કામ કરી રહી છે.

માર્ક ઝુકરબર્ગને આ પહેલા કંપનીના આ પ્રોજેક્ટની વાત કરી હતી બ્લોકચેન ટેકનોલોજી થર્ડ-પાર્ટી એપ સાથે યુઝર્સનો એક્સપીરિયન્સ સારો બનાવશે. રેગ્યુલરલી અર્થોરિટીઝ તરફથી ફેસબુકના પ્રોજેક્ટને લીલી ઝંડી મળ્યા પછી ઝડપથી કામ કરી રહી છે. જોકે કેટલાક રેગ્યુલર્સને તેના અપરાધિયો દ્વારા ખોટો વપરાશ થાય તેની સંભાવના વ્યક્ત કરી છે અને કસ્ટમર્સને નુકસાન પહોંચાડશે તેની ચિંતા જણાવી છે.

જોકે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને પોતાની સાઈટ પર ગ્લોબલી મોટા યુઝરબેસ ડિજિટલ કરન્સીથી જોડવાની ફેસબુક પણ બધી બાજુથી જરૂરી અને સુરક્ષાત્મક પગલાં લઈ રહી છે. માનવામાં આવે છે કે ક્રિપ્ટોકરન્સી આવ્યા પછી ઓનલાઈન મર્ચન્ટ્સ અને શોપિંગ પ્લેટફોમ્સ પર પણ સીધી ફેસબુક ક્રિપ્ટોકરન્સીની મદદથી ખરીદી સંભવ બની શકે છે.

Read Also

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!