GSTV
Home » News » ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ બનાવવામાં હવે Facebook કરશે તમારી મદદ, એક ક્લિકે જાણો આ જબરદસ્ત ફિચર વિશે

ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ બનાવવામાં હવે Facebook કરશે તમારી મદદ, એક ક્લિકે જાણો આ જબરદસ્ત ફિચર વિશે

ફેસબુક તરફથી ડેવલપર્સ ઈવેન્ટમાં કરવામાં આવેલી ઘોષણાઓમાં સૌથી મોટો ધમાકો સીક્રેટ ડેટિંગ ફીચરને લઈને કરવામાં આવ્યો છે. ફેસબુકના સીઈઓ માર્કએ ફેસબુક, ઈંસ્ટાગ્રામ, મેસેન્જર માટે મહત્વના ફીચર્સની ઘોષણા કરી જેમાં સીક્રેટ ક્રશ ડેટિંગ ફીચરનો પણ સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યાનુસાર આ ડેટિંગ એપને 14 દેશમાં એક્ટિવ કરવામાં આવશે. આ ફીચરની મદદથી યૂઝર્સ એવા મિત્રોનું સીક્રેટ લિસ્ટ બનાવી શકે છે જેને તે પસંદ કરતા હોય કે જેને ક્રશ કહેવામાં આવે છે.

સીક્રેટ ડેટિંગ ફીચરની ખાસ વાત એ છે કે તેમાં કોઈપણ યૂઝર 9 મિત્રોને એડ કરી શકે છે જેને તે પસંદ કરતા હોય. આ લીસ્ટ તૈયાર કરવાથી યૂઝર્સના દરેક મિત્રને એક ક્રશ મેસેજ મળશે. જો યૂઝર્સના ક્રશ પણ તેમના મેસેજને એક્સેપ્ટ કરે છે તો તેને મેચનો મેસેજ આવશે અને ત્યારબાદ યૂઝર્સ એકબીજા સાથે ડેટિંગ કરી શકે છે. 

સીક્રેટ ક્રશ લિસ્ટમાં તમે જે મિત્ર હશે તેને ખબર પડશે નહીં કે તમે તેને ક્રશ મેસેજ મોકલ્યો છે. આ ફીચરમાં કંપનીએ પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખ્યું છે. કંપનીના આ ફીચરની ટક્કર ટીંડર અને બમ્બલ જેવી ડેટિંગ એપ્સ સાથે છે. આ બંને એપ્સ ભારત સહિત દુનિયાભરમાં પ્રચલિત છે.  ફેસબુક ડેટિંગ હાલ કોલંબીયા, થાઈલેન્ડ, કેનેડા, આર્જેટીના, મેક્સીકો જેવા દેશમાં એક્ટિવ છે. જો કે ભારતમાં આ ફીચર એક્ટિવ ક્યારે થશે તેની જાણકારી આપવામાં નથી આવી. 

Read Also

Related posts

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા અમદાવાદની આ શાળામાં યોગનું કરવામાં આવ્યું

Nilesh Jethva

શિલ્પા શેટ્ટી આજે સુરતની મુલાકાતે, આશરે ત્રણ હજારથી વધુ લોકોની બની ટીચર

Arohi

ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!