GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ઉત્તમ મગફળીનો પાક લેવો હોય તો વાંચી લો નરેન્દ્રભાઈની સફળતાની કહાની

રાજ્યમાં ભારે વરસાદે મગફળીના આગોતરા વાવેતરને નુકસાન પહોંચાડયું છે. પરંતુ ઘણાં ખેડૂતોની મગફળી હેમખેમ રહી છે. મગફળી પકવતા ખેડૂતો હવે જોખમ લેવાને બદલે સાથે તુવેર જેવા મિશ્ર પાક કરીને પણ સારી આવક લઈ શકે છે. આજે આપણે કૃષિ વિશ્વમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્તમ આવક લેનાર ખેડૂતોના ખેતરની મુલાકાત કરીએ. સૌરાષ્ટ્રની બીજી ઓળખ એટલે મગફળીની ખેતી. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રોકડિયા પાક તરીકે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. કપાસ પછી બીજા નંબરે વાવેતર થતા પાકમાં મગફળી આવે છે. મગફળીનો પાક લીધા પછી ખેડૂતો રવી સિઝનમાં પણ વાવેતર કરી શકે છે. પરિણામે મગફળીની ખેતીમાં ખેડૂતો મૂલ્યવર્ધન પણ કરતા થયા છે.

છેલ્લા ત્રણ વર્ષથી કરે છે ગાય આધારિત ખેતી

આ ખેતર જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના આલિન્ધ્રાના ખેડૂતનું છે. ૧૮ વીઘા જમીન ધરાવતા નરેન્દ્રભાઈ ભાલોડિયા ચોથા ભાગે ખેતી કરાવે છે. છતાં દરરોજ સવાર સાંજ ખેતર પર અચૂક હાજરી આપે છે. હાલમાં તેમના ખેતરમાં મગફળીનો પાક તંદુરસ્ત લહેરાઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ વર્ષોથી રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડના ઉપયોગથી મગફળી પકવતા હતા. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. ફક્ત બે ગાયોના ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં પણ કોઈ જાતનો ફેર પડવા દીધો નથી. હાલમાં છોડમાં ડોડવાનો ભરાવો જોતાં તેઓને વીઘે ૨૦ મણથી વધુનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ મગફળીની ખેતીમાં તેઓને સાવ ઓછો ખર્ચ રહ્યો છે. તેમાંય ખેતીનો તમામ ખર્ચ બાદ કરતાં તેઓને ૨.૫ લાખ રૂપિયાથી વધુની ચોખ્ખી આવક મળશે.

મગફળીનું વાવેતર કરવા માટે શું કર્યું ?

મગફળીનું વાવેતર કરવા માટે ૧ વીઘે ૨૫ કિલો ઘરના જ બિયારણનો ઉપયોગ કર્યો. મગફળીના બીજને વાવેતર સમયે બીજામૃતનો પટ આપ્યો હતો. જમીન તૈયારી સમયે પાયામાં ઘન જીવામૃત આપ્યું. આ સિવાય કોઈ જાતના ખાતરો આપ્યા નથી. મગફળીની વૃદ્ધિ દરમિયાન તેઓએ ચારેક વખત જીવામૃત છંટકાવ દ્વારા આપ્યું છે. તો મગફળીમાં કોઈ જાતની દવા કે ખાતર આપ્યા નથી. છોડના વૃદ્ધિ કાળ દરમિયાન ત્રણેક વખત આંતરખેડ સાથે હાથ નીંદામણ કર્યું છે. હાલમાં તેમને મગફળીમાં ડોડવાનો ભરાવો જોતાં વીઘે ૨૫ મણ જેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ ઉપરાંત ગાય આધારિત ખેતી કરવા માટે બે ગાયોનો પણ ઉછેર કરી રહ્યા છે.

પાકમાં ઉત્પાદન વેળાએ શું શું નાંખ્યું ?

મગફળીના પાકમાં નરેન્દ્રભાઈને અત્યાર સુધી સાવ નજીવો ખર્ચ રહ્યો છે. વીઘાદીઠ મગફળીનું ૨૫ કિલો બિયારણ વાપર્યું તેના ૧,૮૦૦ રૃપિયા. ઘનજીવામૃત તૈયાર કરવાના વીઘે ૫૦૦ રૃપિયા. તો જીવામૃતનો ૩૦૦ અને નીંદામણના ૫૦૦ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. મગફળી ઉપાડવાનો ખર્ચ ઉધડમાં ૧ વીઘાના ૧,૮૦૦ રૂપિયા આસપાસ આવે છે. સાથે ઓપનરમાં મગફળી કાઢવાનો ખર્ચ પણ થશે. મગફળીનું વાવેતર કરવાથી કોથળા ભરવા સુધી વીઘાદીઠ એવરેજ ૫,૦૦૦ રૂપિયા જેટલો બધો ખર્ચ થશે. જેની સામે મગફળીમાં એવરેજ ૨૦ મણ ઉત્પાદન ગણીએ તો પણ વીઘાદીઠ ૧૫,૦૦૦ રૂપિયા જેટલી ચોખ્ખી આવક મળી શકે છે. આ વર્ષે કુદરતી રીતે મગફળીમાં સારામાં સારી આવક કરાવી દેશે. ચોમાસામાં વધુ વરસાદ સામે પણ સેન્દ્રિય ખેતી હેઠળ કોઈ વાંધો આવ્યો નથી. જેથી મગફળીના તેલના પણ સારા ભાવ મળે છે.

મગફળીના ડોડવાનો વિકાસ ચાલુ છે

નરેન્દ્રભાઈના ખેતરમાં મગફળીના ડોડવાનો વિકાસ ચાલુ છે. તેઓ દિવાળી પછીથી મગફળી ઉપાડશે. તો ૭ વીઘામાં મગફળી સાથે મિશ્ર પાક લીધેલી તુવેર પણ સારી થઈ ગઈ છે. મગફળી ઉપાડયા પછી રવી સિઝનમાં ચણા, ઘઉં, અને ધાણાના પ્લોટ બનાવીને વાવેતર કરશે. ખરેખર તેઓ ગાય આધારિત જૈવિક ખેતીમાં ક્વોલિટી સારી બનાવી ઓછા ખર્ચે સારા ભાવ લેશે તે માનવું રહ્યું.

READ ALSO

Related posts

જેટલા પૈસા થાય તેટલા હું આપીશ પણ પતિને રસ્તામાંથી હટાવ, મોબાઈલ પર પતિના મોતની ચીસો સાંભળી ખુશ થઈ

Pravin Makwana

રોમાંચભર્યા આ ભોજપુરી ગીતે યુવાઓના હૈયામાં લગાડી દીધી આગ, 5 કરોડથી વધુ વાર આ VIDEO જોવાયો

Harshad Patel

મોદી સરકાર કરી રહી છે ખાસ તૈયારી: રેલ્વેમાંથી મળશે ભરપૂર કમાણીનો અવસર, વર્ષના અંત સુધીમાં ડેટા થશે તૈયાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!