GSTV
India News Trending

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

શિવસેનામાં બે ફાડ થયા બાદ મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ સત્તા પરિવર્તન થયુ છે. બાગી ધારાસભ્યોની અધ્યક્ષતા કરી રહેલા એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા અને દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. સત્તા પરિવર્તન બાદ ભાજપનો ઈરાદો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાને ખતમ કરતા શિંદે જૂથની મદદથી 2024માં રાજ્યમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા જીતવાનો છે. જોકે, એક તાજેતરના સર્વે અનુસાર ભાજપ અને શિંદે જૂથને આંચકો લાગી શકે છે.

એક સર્વે અનુસાર જો આજે લોકસભા ચૂંટણી થાય તો બીજેપી અને શિંદે જૂથને મોટો આંચકો લાગી શકે છે. મહાવિકાસ અઘાડી જો એક સાથે ચૂંટણી લડે છે તો આ વાતની પ્રબળ સંભાવના છે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસને મોટો ફાયદો થશે.

સર્વેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. આનાથી એ અનુમાન લગાવવામાં આવી શકે છે કે રાજ્યના લોકોને ભાજપ અને શિંદે જૂથ દ્વારા બનાવાયેલી સરકાર પસંદ આવી નહીં. સર્વે અનુસાર આજે લોકસભા ચૂંટણી થાય છે તો મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકમાંથી યુપીએને 30 બેઠક જીતતા જોવા મળી રહી છે. ભાજપની એનડીએને 18 બેઠક મળી શકે છે. આ બીજેપી માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે. 2019ની લોકસભા ચૂંટણી બીજેપી અને શિવસેનાની સાથે મળીને લડી હતી. તેમણે મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકમાંથી 42 બેઠક પર જીત મેળવી હતી.

ઉદ્ધવ

મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ સત્તા હસ્તાંતરણ બાદ શિંદે જૂથના ધારાસભ્ય અને સાંસદ ભાજપની સાથે ચાલી ગયા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાની પાસે માત્ર 6 સાંસદ બચ્યા છે. આ હિસાબે શિંદે જૂથ અને બીજેપીના સાંસદોની વર્તમાન સંખ્યા 36 છે. જોકે, જો આજે લોકસભા ચૂંટણી થાય છે તો આ સંખ્યા ઘટીને 18 બેઠક પર આવી જશે. બીજેપીની બેઠકમાં સીધીરીતે 50 ટકાનો ઘટાડો આવશે. આને બીજેપી માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

આ વાતની સંભાવનાઓથી ઈનકાર કરી શકાય નહીં કે આગામી સમયમાં સ્થિતિ ઘણી હદ સુધી બદલાઈ શકે છે. જો સુપ્રીમ કોર્ટ શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવતી નથી તો શિવસેના ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી શકે છે. એવામાં લોકસભા ચૂંટણીના સમીકરણ બદલાઈ જશે.

READ ALSO

Related posts

કૂતરાની લટકતી જીભ સાથે બીજા ડોગની મસ્તી થઇ વાયરલ , વીડિયો જોઈને મજા પડી જશે

Hemal Vegda

ફ્લાઈટમાં મૂસાફરી દરમિયાન આ ભૂલો ન કરવી જોઈએ, નહિંતર થઈ શકે છે સમસ્યા

Hemal Vegda

મોટી દુર્ઘટના/ અરુણાચલપ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL
GSTV