GSTV

સરફરોશ-2માં આ અભિનેતા IPSના રોલમાં જોવા મળશે, કિરદાર કરી રહ્યો છે સ્યુટ

Last Updated on August 4, 2018 by Mayur

જ્હોન અબ્રાહમ હાલ ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું શૂટિંગ કરી રહ્યો છે. જેમાં તે ત્રણ અલગ અલગ કિરદારમાં રોના એજન્ટ તરીકે નજર આવશે. આ સિવાય જ્હોનની ફિલ્મ સત્યમેવ જયતે, બાટલા હાઉસ પણ ફ્લોરમાં જવાની તૈયારીમાં છે. ત્યારે જ્હોને વધુ એક ટિપિકલી રોલમાં આવવાનું મન બનાવી લીધું છે. અને આ ફિલ્મનું નામ છે સરફરોશ.

જ્હોન અબ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, 1999ની ફિલ્મ સરફરોશમાં તે પોલીસ ઇન્સપેક્ટરનો કિરદાર પ્લે કરવા માગે છે. જે પહેલા આમિર ખાને પ્લે કર્યો હતો. આ ફિલ્મનું ડિરેક્શન જ્હોન મેથ્યુ મેથન દ્વારા કરવામાં આવ્યું હતું. જે હાલ તો સરફરોશ ફિલ્મની સિક્વલની સ્ક્રિપ્ટમાં વ્યસ્ત છે. જોકે ફિલ્મનું ડિરેક્શન તેઓ પોતે નહીં કરે. આ ફિલ્મના પ્રોડ્યુસર તેઓ બનશે.

જ્હોને જણાવ્યું હતું કે આમિર ખાનની ફિલ્મની સિક્વલમાં અભિનય કરવો એ મારા માટે ચેલેન્જીંગ રહેશે, પરંતુ અભિનય કરવાની જ્હોને તૈયારી બતાવી છે.

જોકે જ્હોન માટે સરફરોશમાં અભિનય કરવો મુશ્કેલ નહીં હોય કારણ કે તેણે ફોર્સ, ફોર્સ 2 જેવી ફિલ્મોમાં પણ પોલીસનો રોલ ભજવ્યો છે.

Related posts

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

pratik shah

રાજ કુન્દ્રાની વધુ મુશ્કેલી : કંપની વિરુદ્ધ ગુજરાતના એક શખ્સે નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!