GSTV
Home » News » F-16ને લઈને નવો ખૂલાસો, નાપાક પાકે 50 કિમી દુરથી મિસાઈલ્સ દ્વારા હુમલો કર્યો હતો

F-16ને લઈને નવો ખૂલાસો, નાપાક પાકે 50 કિમી દુરથી મિસાઈલ્સ દ્વારા હુમલો કર્યો હતો

F-16

નાપાક પાક ફરીવાર ઉઘાડુ પડ્યું છે અને કાયરતચા સાબિત થાય એવી વાત સામે આવી છે. એર સ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાનની F-16ની કાર્યવાહીને લઇને આ નવો ખુલાસો થયો છે. મળેલ માહિતી અનુસાર પાકિસ્તાન F-16ના પાઇલટ્સએ અંદાજિત 50 કિમી દૂરથી 4થી 5 અમેરિકન એમ્રામ મિસાઇલ્સ ભારતીય ફાઇટર જેટ્સ સુખોઇ-30 અને મિગ-21 બાઇસન પર છોડી હતી.

પાકિસ્તાન સતત એવા દાવાઓ કરી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીના રોજ કરેલી જવાબી કાર્યવાહીમાં એફ-16નો ઉપયોગ કરવામાં આવ્યો નહતો. વળી, પાકિસ્તાનના દાવાને નકારવા માટે ભારતીય સેના જમીન પર એવા સંભવિત ક્ષેત્રોની શોધ કરી રહી છે, જ્યાં ઇમ્રામ મિસાઇલનો કાટમાળ મળી શકે છે. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના 3 F-16 ભારતીય બોર્ડરમાં ઘૂસી આવ્યા હતા, જેમાંથી એકને મિગ-21 બાઇસને તોડ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, F-16એ 50 કિમી દૂરથી 4થી 5 એમ્રામ મિસાઇલ્સ ભારતીય વિમાનો પર ફેંકી હતી. જો કે, આ તમામનું નિશાન નિષ્ફળ રહ્યું. જ્યારે અમને એમ્રામ મિસાઇલના વધુ ટૂકડા મળી જશે, જે ટાર્ગેટને નિશાન બનાવવામાં ચૂકી અને અમારાં તરફ પડી, તો પાકિસ્તાનને ઉઘાડું પાડી શકાશે.

Dogfight

આ પહેલા પાકિસ્તાનનું વધુ એક જૂઠાણું સામે આવ્યું હતું. ભારત દ્વારા તોડી પડાયેલા પાકના F-16 વિમાનના કાટમાળની તસવીરો સામે આવી હતી. તેમાં PoKમાં મળેલા કાટમાળની પાસે પાકિસ્તાનના સૈન્ય ઓફિસરો પણ જોવા મળ્યા હતા. પાકનો દાવો છે કે ભારતે અમારાં કોઇ વિમાનને તોડી પાડ્યું નથી.

READ ALSO

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

એક સમયે ભાજપના સહયોગી રહેલા આ કદાવર નેતા હવે ‘સાઈકલ’ સવારી કરવા તૈયાર

Mayur

સમગ્ર ભારતમાં ભક્તો થયા ભાવવિભોર, જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક કરાય ઉજવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!