GSTV
Health & Fitness Life Trending

શા માટે ઝબકે છે આંખ ? શુભ-અશુભના હોઈ શકે છે સંકેત; જાણો અંગે તમામ

સામાન્ય રીતે આપણે કોઈને કહેતા સાંભળ્યું હશે કે મારી આંખ ઝબકી રહી છે. જો કોઈને આંખ ઝબકે તો એને શુકન અથવા અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. લોકોનું એ પણ માનવું છે કે આંખને ફટફડાવવાનો મતલબ આગળ થવા વાળી ઘટનાને સૂચિત થવું. સામુદ્રિક શાસ્ત્ર(મુખમંડલ તથા સંપૂર્ણ શરીરના અધ્યનની વિદ્યા) અનુસાર મહિલા અને પુરુષ બંનેમાં અલગ-અલગ આંખ ઝબકવાનો અલગ અર્થ થાય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જમણી આંખ ઝબૂકવી પુરુષ માટે શુભ માનવામાં આવે છે જયારે ડાબી આંખ ઝબકવી મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે.

જમણી આંખ ઝબકવી

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષની જમણી આંખ ઝબકવી હોય તો તે તેના માટે શુભ હોય છે. કહેવાય છે કે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે તેમને પ્રમોશન અને પૈસાનો લાભ મળે છે. પરંતુ જો કોઈ સ્ત્રીની જમણી આંખ ઝબકી જાય તો તે તેના માટે અશુભ સંકેત છે. માનવામાં આવે છે કે તે મહિલાનું કામ બગડી જતું હોય છે.

ડાબી આંખ ઝબકવી

સ્ત્રીઓ માટે ડાબી આંખ ઝબકવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ડાબી આંખ ઝબકવી એનો અર્થ છે કે મહિલાઓને સોના-ચાંદીના ઘરેણા મળી શકે છે. બીજી તરફ, જો પુરુષોની ડાબી આંખ ઝબૂકી જાય છે તો તેમને નુકસાન થાય છે. તેમનો કોઈ પણ દુશ્મન તેમને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ કારણ

આંખની સમસ્યાઓ

આંખોમાં સ્નાયુઓને લગતી સમસ્યા હોય તો પણ આંખમાં ઝબકારા આવી શકે છે. જો તમારી આંખો લાંબા સમયથી ઝબકી રહી છે, તો એકવાર ચોક્કસપણે આંખની તપાસ કરાવો. કદાચ તમારે ચશ્મા પહેરવાની જરૂર છે અથવા તમારા ચશ્માનો નંબર બદલાવાનો છે.

તણાવ

તણાવને કારણે તમારી આંખો ઝબકી શકે છે. ખાસ કરીને જ્યારે તણાવને કારણે તમે શાંતિથી સૂઈ શકતા નથી અને તમારી ઊંઘ પૂરી નથી થઈ રહી, તો પછી આંખમાં ચમક આવવાની સમસ્યા થઈ શકે છે.

થાક

વધુ પડતા થાકને કારણે આંખોમાં પણ તકલીફો થાય છે. આ સિવાય આંખોમાં થાક લાગવો અથવા કોમ્પ્યુટર, લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. આ માટે આંખોને આરામ આપવો જરૂરી છે. જો તમારી આંખ લાંબા સમયથી ઝબકી રહી છે તો એકવાર ચોક્કસપણે આંખની તપાસ કરાવો. કદાચ તમારે ચશ્મા પહેરવાની જરૂર છે અથવા તમારા ચશ્માનો નંબર બદલાવાનો છે.

શુષ્કતા

જો આંખોમાં શુષ્કતા હોય તો પણ આંખમાં ઝબકારા આવવાની સમસ્યા રહે છે. આ સિવાય આંખોમાં એલર્જી, પાણી આવવું, ખંજવાળ વગેરેની સમસ્યા હોય તો પણ થઈ શકે છે.

પોષણ

શરીરમાં મેગ્નેશિયમની ઉણપથી આંખમાં ઝબકારા આવી શકે છે. આ સિવાય કેફીન કે આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાથી પણ આ સમસ્યા થાય છે.

Read Also

Related posts

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk
GSTV