GSTV
Home » News » ‘આઇલાઇનર’ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, વધી જશે નયનોની નજાકત

‘આઇલાઇનર’ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, વધી જશે નયનોની નજાકત

મોટા ભાગની યુવતીએ એ વાતે સંમંત થશે કે પ્રવાહી આઇ લાઇનર લગાડવું એ માથાનો દુઃખાવો છે. જરા હાથ ધુ્રજ્યો કે પાંપણ ફરકી તો આઇ લાઇનર પ્રસરી જઇ સમુળગો દેખાવ ફેરવી નાખે છે. વ્યવસ્થિત આઇલાઇનર લગાડવા માટે સ્થિર હાથ રહે એ વાત મહત્વની છે. હા, તમે આઇ શેડો લગાડતા પૂર્વે કે પછી આઇ લાઇનર લગાડી શકો છો.

પરંતુ આઇ શેડો લગાડતા પૂર્વે લગાડશો તો આઇ લાઇનર લગાડતી વખતે ભૂલેચૂકે પણ જો તમારી ભૂલ થશે તો એ સુધારવી આસાન રહેશે. આઇલાઇનર લગાડતા પૂર્વે બ્રશને એક ટીશ્યુ પેપર પર ”બ્લોટ” કરવાની આદત રાખવી જેથી બ્રશ પરનું વધુ પડતું પ્રવાહી આ પેપર પર શોષાઇ જશે.

– ભમર પરથી ત્વચાને જરા તંગ પકડી, લાઇનર બ્રશને તમારી આંખના અંદરના ખૂણામાં રાખો. યાદ રહેલાઇનર બ્રશ તમારી ઉપલી પાંપણ પર રહેવું જોઇએ. ચિત્રમાં દેખાડેલા તીરની દિશામાં બ્રશ ફેરવો. દસ સેકંડ સુધી સૂકાવા દીધા પછી એ રેખા ઉપર ફરી એક રેખા દોરો.

– આંખો આકર્ષક લાગે એ માટે આઇ લાઇનર એમ જ રહેવા દો. ”સોફટર લુક” માટે નાના, તીણા આઇશેડો બ્રશ વડે જરા ઘેરા રંગનો આઇ શેડો લગાડી શકાય છે.

– મેકઅપ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નીચલી પાંપણ પર પ્રવાહી આઇ લાઇનર લગાડવાથી આંખોનો દેખાવ બગડી શકે છે. આથી નીચલી પાંપણ પર કયાં તો આઇશેડો વાપરો અથવા તો આંખમાં કાજળ આંજતા હો એ રીતે આઇ પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. ચિત્ર નં.2માં દેખાડયા પ્રમાણે પેન્સિલનો ઉપયોગ કરો.

– ઉપરની પાંપણને પ્રવાહી આઇ લાઇનરથી આકર્ષક બનાવવાથી તેમજ નીચલી પાંપણ પર કાળી પેન્સિલ લગાડવાથી સારુ થશે. અને આંખ સરસ મજાની ખાસ પ્રકારે ઉપશી આવશે.

– નયનો ભલભલાને ઘાયલ કરી શકશે. હા, મસ્કરાનો એક હળવો થર લગાડવાથી નયનોની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

Read Also

Related posts

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!