GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ચીન અરબી સમુદ્રમાં કબજો જમાવવા પાકિસ્તાનના ગ્વાદર બંદરમાં કરી રહ્યું છે મોટી તૈયારી, ભારતને જશે નુક્સાન

પાકિસ્તાનમાં ગ્વાદર બંદરની મદદથી ચીન મોટું લક્ષ્ય બનાવી રહ્યું છે. ડ્રેગન તેના માર્ગ પર અરબી સમદ્ર અને હિંદ મહાસાગરમાં લશ્કરી વ્યૂહરચના બનાવીને ધૂસવાનો પ્રયાસ કરી રહ્યું છે. નૌકાદળનું વિસ્તરણ ચીન કરે એવા સંકેત મળે છે. કમ્પાઉન્ડ કડક સુરક્ષા હેઠળ છે. આ બંદર અને સંભવિત આધાર મોટો આર્થિક લાભ ચીન અને પાકિસ્તાનને થશે. ભારત ચૂપ રહીને આ બધી હીલચાલ જોઈ રહ્યું છે.

એક તરફ ભારતની લદાખ સરહદ પર ચીનનું વલણ આક્રમક બની રહ્યું છે. વિદેશી સંસ્થાઓએ પાકિસ્તાનના ગ્વાદરથી હિંદ મહાસાગરમાં ચીનની તાકાતમાં વધારો કઈ રીતે થઈ રહ્યો છે તેની તસવીરો જાહેર ફોર્બ્સ દ્વારા કરી છે. પણ ઈસરો દ્વારા આવી તસવીરો હજું સુધી જાહેર થઈ નથી. તાજેતરના સેટેલાઇટ ફોટામાં બહાર આવ્યું છે કે વર્ષોથી અહીં ઘણા નવા સંકુલ બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક ચાઇનીઝ બંદર વિકાસ કંપની છે, કંપનીએ ઘણી સુરક્ષા ગોઠવી છે. ઉચ્ચ સુરક્ષા કમ્પાઉન્ડનો ઉપયોગ ચાઇના કમ્યુનિકેશંસ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ચીનનો માલ દક્ષિણ એશિયામાંથી જવાના બદલે પાકિસ્તાનના આ બંદર દ્વારા જશે. જાન્યુઆરી 2018 માં ચાઇના દ્વારા નૌકાદળ અહીં લાવવા માટે તેના માળખાના નિર્માણના અહેવાલો પ્રથમવાર આવ્યા હતા. ગ્વાદર કમર્શિયલ બંદરનો આજદિન સુધી વધારે ઉપયોગ કરવામાં આવ્યો નથી. થોડા સમય પહેલા અફઘાનિસ્તાન સાથે વેપાર માટે બંદરના ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગત સપ્તાહે પહેલું મોટું વેપારી જહાજ એમવી માનેટ 17,600 ટન ઘઉં લઈને અહીં પહોંચ્યું હતું.

ફોર્બ્સના અહેવાલ મુજબ અહીં વાહન અવરોધક માર્ગ, સુરક્ષા વાડ અને ઊંચી દિવાલો ઊભી કરવામાં આવી છે. પોસ્ટ અને રક્ષક ટાવરો ફેન્સીંગ અને અંદરની દિવાલ વચ્ચે આવેલા છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સશસ્ત્ર રક્ષકો અહીં તૈનાત છે. આ કમ્પાઉન્ડની બાજુમાં ઇમારતની બે લાઇનો પણ છે. તેમની છત વાદળી હોવાને કારણે અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેઓ ચીનના મરીન કોર્પ્સની બેરેક હોઈ શકે છે. અહીં વધારે સુરક્ષા નથી. એવું માનવામાં આવે છે કે બંદરના વિસ્તરણ માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!