GSTV
Health & Fitness Life Trending

આંખોને હેલ્ધિ રાખવા માટે જરૂરથી અપનાવજો આ ઉપાયો, ક્યારેય નહીં પડે મુશ્કેલી

આજકાલ આપણામાંથી મોટાભાગના લોકો ખરાબ જીવનશૈલીના કારણે આંખની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઘણાં લોકોને નાની ઉંમરે ચશ્મા આવી જાય છે. તો ઘણાં લોકોને જન્મ જાત મોતૈયા ઉતરાવવાના કિસ્સાઓ પણ સાંભળ્યા છે. નાની ઉંમરે ચશ્માનું પ્રમાણ વધી ગયું છે. એમાંય સ્માર્ટ ફોનના વળગણ પછી તો નાના બાળકોમાં આંખના નંબર આવીજવા લાગ્યા છે. ઘણા લોકોને મોતિયા, અંધાપો, આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે આંખોની યોગ્ય કાળજી લેવી જોઈએ. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને તમે આંખોને સ્વસ્થ રાખી શકો છો. આંખોને સ્વસ્થ રાખવા માટે આ ઘરેલું ઉપાય ખાસ અપનાવો.

ગુલાબ જળ બળતરામાં આપશે રાહત

આંખોને ઠંડક આપવા માટે ગુલાબજળ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે ઓર્ગેનિક ગુલાબજળથી આંખોને ધોવો. આંખોમાં છંટકાવ કરવાથી ગરમી ઓછી કરવામાં મદદ કરે છે. આંખોને ગુલાબજળથી ધોવાથી બળતરામાં રાહત મળશે. ગુલાબજળ આંખની બળતરાથી રાહત આપવાની સાથે તે આંખોને ઠંડક અને આરામ પણ આપે છે.

ગાયનું ઘીથી સ્વાસ્થ્ય સાથે આંખો પણ સારી બને

ગાયના ઘીનું સેવન કરવાથી અને આંખોમાં ઘી નાખવાથી તમારા સ્વાસ્થ્યની સાથે આંખો પણ સ્વસ્થ રહે છે. તમને જણાવી દઈએ કે આંખોના સ્વાસ્થ્ય માટે આ શ્રેષ્ઠ ઉપાય છે.

ત્રિફલાનું સીધું સેવન કરો

ત્રિફળા અનેકવિધ રીતે ઉપયોગી છે. શરીર માટેનું ઉત્તમ સાધાન માનવામાં આવે છે. ત્રિફળા એવી ઔષધી છે જે માંદાને સાજા કરી દે અને સાજાને વધુ તંદુરસ્ત બનાવે છે. ત્રિફળાને આંખો માટે વરદાનરૂપ માનવામાં આવે છે. તમે તેનું સીધું સેવન કરી શકો છો અથવા તેનો ઉપયોગ આંખો ધોવા માટે પણ કરી શકો છો. તેના માટે એક ચમચી ત્રિફળા પાવડર લો અને તેને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પછી તેને સવારે ઝીણા કપડાથી ગાળી લો. ધ્યાન રાખો કે ત્રિફળાનો એક પણ કણ પાણીમાં ના રહે. આ પછી તમે આ પાણીથી તમારી આંખો ધોઈ શકો છો.

કાજલ-

કાજલ તમારી દૃષ્ટિ સુધારે છે. આ માટે તમે દરરોજ સૂતી વખતે આંખોમાં કાજલ લગાવી શકો છો.આંખમાં ગાયના ઘીમાંથી બનાવેલ આંજણ કે કાજલને આંખમાં આંજવાથી આંખોનું તેજ વધે છે.

ચાલવાથી આંખને થાય છે ફાયદો

ચાલવાના અનેક ફાયદાઓ વાંચ્યા છે અને અનુભવ્યા છે. વોક કરવાથી આંખોનું તેજ પણ વધે છે. વોકિંગ કરતી વખતે, આપણા બીજા અને ત્રીજા અંગૂઠા પર સૌથી વધુ ઈફેક્ટ રહે છે. જે બંનેના ચેતા નર્વ એન્ડિંગ હોય છે. તેનાથી તમારી આંખોની રોશની તેજ બને છે.

આંખની કસરતો

દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ આંખને જમણે-ડાબે અને ઉપર-નીચે ગોળાકાર ગતિમાં ફેરવો.

પૂરતી ઊંઘ લો

જ્યારે તમે સારી ઊંઘ લો છો, તો તેનાથી આંખોને આરામ મળે છે અને આંખોની રોશની પણ નબળી પડતી નથી.

Related posts

જે ઉંમરે બાળકો રમે છે, મારું બાળક ઈન્જેક્શન ગણતું હતું, કેન્સરના દર્દીની હાલત સાંભળીને અમિતાભ થઈ ગયા ભાવુક

Kaushal Pancholi

ભારત જાતીય સમાનતાના મામલમાં પાછળ, યુએનની રિપોર્ટમાં થયો આ ખુલાસો

Akib Chhipa

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa
GSTV