GSTV

કેરળનાં બિશપ વિરુદ્ધ દુષ્કર્મની વધુ એક ફરીયાદ, નને લગાવ્યા અત્યંત ગંભીર આરોપો

દેશમાં છેલ્લા ઘણા સમયથી છેડતી અને દુષ્કર્મની ઘટના સર્જાય છે. ત્યારે આવીજ એક ઘટનાં કેરળનાં ચર્ચમાં અત્યંત શર્મસાર ઘટના સામે આવી છે. જ્યાં રોમન કેથોલિક બિશપ ફ્રેન્કો મુલક્કલ વિરૂધ્ધ એક અન્ય નને જાતીય શોષણનો ગંભીર આરોપ મૂક્યો હતો. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે બિશપ વિરૂધ્ધ એક વધુ નને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. નને પોલીસમાં પોતાનું નિવેદન આપ્યું હતું. આ નન મુલક્કલ વિરૂધ્ધ ચાલી રહેલા બળાત્કારના કેસમાં સાક્ષી છે. મુલક્કલ વિરૂધ્ધ સાક્ષી આપનાર આ નન 14મી છે.

બિશપ વિરૂધ્ધ એક વધુ નને જાતીય શોષણનો આરોપ લગાવ્યો

આ નને નિવેદન આપ્યું હતું કે આ બિશપે મારી સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. નને કહ્યું હતું કે બિશપ મારી સાથે ફોન પર અશ્લિલ વાતો કરતા હતા.નને આરોપ લગાવ્યો હતો કે ‘2015થી 2017 સુધી બિશપે મારી સાથે ચેટ અને વિડીયો પર વાતો કરતા હતા. પરંતુ હું જવાબ આપતી ન હતી.

મુલક્કલ વિરૂધ્ધ સાક્ષી આપનાર આ નન 14મી છે.

હું હમેંશા ચુપ જ રહેતી હતી, કારણ કે હું બિશપથી ખૂબ ડરી ગઇ હતી’. સપ્ટેમ્બર, 2018માં નને સાક્ષી તરીકે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે 2017માં બિશપ કોન્વેન્ટમાં ફરી રહ્યા હતા ત્યારે હું અંદર જ રહેતી હતી. એ વખતે તેઓ મને જબરદ્સ્તીથી ભેટી પડયા હતા.

READ ALSO

Related posts

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur

કોરોના: સાઉદી અરબના શાહી પરિવારના 150 સભ્યોમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું

pratik shah

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!