અહો..આશ્વર્યમ..ટીમના 10 ખેલાડીઓ ‘શૂન્ય’ પર થઇ ગયાં આઉટ, ફક્ત 10 રનમાં ખખડી ગઇ ટીમ

ક્રિકેટને અનિશ્વિતતાઓને ખેલ શા માટે કહેવામાં આવે છે તેનું એક ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યુ. આ ખેલમાં અનેક અનિચ્છિત એવા રેકોર્ડ બની ચુક્યાં છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ જ કડીમાં ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

હકીકતમાં ન્યૂ સાઉથ વેલ્સ સામે સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમ ફક્ત 10 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. મેચમાં રસપ્રદ બાબત એ બની કે ટીમની 11 મહિલા ખેલાડીઓમાંથી ફક્ત એક જ બેટ્સમેન પોતાનું ખાતુ ખોલાવી શકી. આ બેટ્સમેન ફક્ત 4 રન બનાવી શકી અને અન્ય 6 રન એક્સ્ટ્રાના મળ્યાં હતાં.

એલિસ સ્પ્રિંગમાં 6 ફેબ્રુઆરીના રોજ રમાયેલી નેશનલ ઇંડિજીનિયસ ક્રિકેટ ચેમ્પિનશીપ ટૂર્નામેન્ટમાં સાઉથ ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યૂ સાઉથ વેલ્સની મહિલા ટીમ સામે હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમ 10.2 ઓવરમાં ફક્ત 10 રન બનાવીને ધરાશાયી થઇ ગઇ. ઓપનિંગ બેટ્સમેન ફેબી મેનસેલે 33 બોલમાં 4 રન બનાવ્યા. જ્યારે 10 બેટ્સમેન ખઆતુ પણ ખોલાવી ન શકી. ટીમને 6 રન વાઇડ તરીકે મળ્યા.

ન્યૂ સાઉથ વેલ્સ તરફથી બોલર રોક્સાને વાન વીને બે ઓવરમાં 5 વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે 1 મેડન ઓવર પણ નાંખી અને ફક્ત એક જ રન આપ્યો. આ ઉપરાંત નઓમી વુડ્સે ફક્ત 2 બોલ ફેંક્યા અને તેણે બંને પર વિકેટ મેળવી. 11 રનના મામૂલી લક્ષ્યને ન્યૂ સાઉથ વેલ્સે ત્રીજી ઓવરમાં 2 વિકેટના નુકસાન પર સરળતાથી હાંસેલ કરી લીધો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter