GSTV
Home » News » સુષ્માના પગલે ચાલી રહ્યા છે એસ. જયશંકર, ટ્વીટર પર મહિલાએ મદદ માંગતા આપ્યો જવાબ

સુષ્માના પગલે ચાલી રહ્યા છે એસ. જયશંકર, ટ્વીટર પર મહિલાએ મદદ માંગતા આપ્યો જવાબ

દેશનાં નવા વિદેશ મંત્રી એસ જયશંકર પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળતાની સાથે જ એક્ટિવ થઈ ગયા છે. તેઓ સુષમા સ્વરાજના પગલે ચાલી રહ્યા છે. હકીકતમાં એક મહિલાએ ટ્વીટર ઉપર મદદ કરવા માટે આજીજી કરી તો તરત જ વિદેશમંત્રીએ આશ્વાસન આપ્યુ હતુ. પહેલાં પણ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટ્વીટર ઉપર ઘણા એક્ટિવ રહેતા હતા.

એસ. જયશંકરે કાર્યભાર સંભાળતા જ શનિવારે એક રિંકી નામની મહિલાએ વિદેશમંત્રીને ટેગ કરીને ટ્વીટ કરી હતી. જેમા લખ્યુ હતુકે, મારી દીકરી બે વર્ષની છે. અને તેને પાછી લાવવા માટે હું 6 મહિનાથી સંઘર્ષ કરી રહી છુ. તે અમેરિકા છે અને હું ભારતમાં છું મારી મદદ કરો. હું તમારા જવાબની રાહ જોઉ છું. વિદેશમંત્રીએ તરત જ જવાબ આપતા લખ્યુ હતુકે, અમારા રાજદૂત તમારી પુરી મદદ કરશે. તમે જાણકારી તેમને આપી દો.

તો સાથે જ અન્ય એક મહાલક્ષમી નામની મહિલાએ ટ્વીટ કરીને કહ્યુ હતુકે, હુ મારા પરિવાર સાથે જર્મની અને ઈટલી ટ્રિપ પર છું, અહી મારા પતિ અને પુત્રના પાસપોર્ટ ચોરાઈ ગયા છે. અમારે 6 જૂના પાછા ફરવાનું છે તો મદદ કરવા વિનંતી છે. તેનો પણ વિદેશ મંત્રીએ જવાબ આપ્યો હતો.

તેના સિવાય અન્ય એક મહિલાએ પોતાના પતિને કુવૈતથી પાછા બોલાવવા માટે ટ્વીટ કર્યુ હતુ. તેને પણ જયશંકરે જવાબ આપતા કહ્યુ હતુકે, અમારા રાજદૂત આની ઉપર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, ભારતીયોની મદદ કરવા માટે સુષમા સ્વરાજના બહુજ વખાણ થતા હતા. ત્યારે નવા વિદેશમંત્રી એસ. જયશંકર પણ તેમના પગલે ચાલી રહ્યા છે.

READ ALSO

Related posts

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar

છેલ્લાં ચાર મહિનામાં વિદેશી રોકાણકારોએ 4.50 અબજ ડોલરના શેરોનું કર્યું વેચાણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!