GSTV
Home » News » ‘કોઇને સમર્થન જાહેર નથી કર્યુ’પીએમ મોદીના ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ નારા પર વિદેશ પ્રધાનની સ્પષ્ટતા

‘કોઇને સમર્થન જાહેર નથી કર્યુ’પીએમ મોદીના ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ નારા પર વિદેશ પ્રધાનની સ્પષ્ટતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પની હાજરીમાં અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો આપ્યા બાદ વિવાદ શરૂ થયો છે. ત્યારે વિદેશપ્રધાન એસ. જયશંકરે સમગ્ર વિવાદ મુદ્દે સ્પષ્ટતા કરી છે. એસ જયશંકરે જણાવ્યું કે પીએમ મોદીએ આ નારો આપી અમેરિકાની ચૂંટણીમાં કોઇને સમર્થન જાહેર નથી કર્યું. ખરેખર તો વડાપ્રધાને વર્ષ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાનને યાદ કર્યું હતું. કેમકે તે વખતે અમેરિકામાં ભારતીય સમુદાય વચ્ચે આ નારો ઘણો લોકપ્રિય બન્યો હતો.

એસ. જયશંકરને એક પત્રકારે સવાલ કર્યો કે શું વડાપ્રધાને આગામી ચૂંટણી માટે ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું છે. જેનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે આ બાબત સાચી નથી. અમેરિકાના રાજકારણ અને ચૂંટણીમાં ભારત કોઈની તરફેણ નથી કરતું.

બીજી તરફ રાહુલ ગાંધીએ વિદેશપ્રધાન એસ. જયશંકરની સ્પષ્ટતા બાદ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વડાપ્રધાનની કુટનીતિ અને વિદેશનીતિની ક્ષમતા સામે સવાલો ઉઠાવ્યા.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે એસ. જયશંકરને ધન્યવાદ કે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અક્ષમતાને છુપાવી લીધી. તેમના આ પ્રકારના સમર્થનને કારણે ભારત માટે ડેમોક્રેટ્સના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. મને આશા છે કે તમારા હસ્તક્ષેપને કારણે હવે બધું ઠીક થઇ જશે. હવે તમે જ્યારે આ મામલે કામ કરી જ રહ્યા છો તો પીએમને પણ કૂટનીતિ બાબતે કંઇક શીખવાડો.

Read Also

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!