GSTV

પીએમ ગરીબ કલ્યાણ યોજનાની સમયમર્યાદામાં થયો વધારો, હવે આ લોકોને થશે 50 લાખ રૂપિયાનો ફાયદો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 15 સપ્ટેમ્બર મંગળવારના રોજ જણાવ્યુ છે કે, કોરોના વાયરસ સામે લડતા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજનાને આગામી 6 મહીના સુધી વધારી દેવામાં આવી છે. આ સ્કીમ સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સહિત તે સ્વાસ્થ્ય સેવા પ્રદાતાઓને 50 લાખ રૂપિયાનું વીમા કવર આપે છે, જેમણે Covid-19 રોગીઓને સીધા સંપર્ક અને સારસંભાળમાં રહેવુ પડે છે અને તેથી તેમના સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. સંક્રમણના સીધા સંપર્કમાં આવવાથી વ્યક્તિની દુર્ઘટનાવસ મૃત્યુને પણ તેમાં સામેલ કરવામાં આવ્યુ છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના

આ ઈન્શ્યોરન્સ કવરનો લાભ કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળ આવતી હોસ્પીટલમાં કામ કરનાર ડૉક્ટર, નર્સ, ચિકિત્સક સહાયક, સાફ-સફાઈ કર્મી તથા કેટલાક અન્ય લોકોને મળી રહ્યો છે. જેમાં ખાનગી હોસ્પીટલના કર્મચારીઓ/નિવૃત્ત / સ્વયંસેવકો / સ્થાનિક શહેરી સંસ્થાઓ / કરાર કરાયેલા કર્મચારીઓ / દૈનિક વેતન કર્મચારીઓ / તદર્થ કર્મચારીઓ / રાજ્યો / કેન્દ્રિય હોસ્પિટલો / રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની સ્વાયત્ત હોસ્પિટલો, એમ્સ અને આઈએનઆઈ / કેન્દ્રીય મંત્રાલયો દ્વારા સંબંધિત જવાબદારીઓ માટે તૈયાર કરેલી COVID-19 હોસ્પિટલ દ્વારા દાખલ કરાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

  • આ વીમા કવર લાભાર્થી દ્વારા ઉઠાવવામાં આવી રહેલ અન્ય બધા વીમા કવરના લાભથી ઉપર છે. આ યોજના માટે કોઈ ઉંમર નક્કી નથી અને વ્યક્તિગત નામાંકન પણ જરૂરી નથી.
  • પ્રીમિયમની પૂર્ણ રાશિ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્રારા વહન કરવામાં આવી રહી છે. લાભ/ દાવો કોઈ અન્ય યોજનાની હેઠળ આપનારી રાશિની અતિરિક્ત છે.

વીમા યોજનામાં શું સામેલ છે અને શું નહી?

  • આ વીમામાં COVID-19 ના કારણે કોઈ કર્મચારીની મોત થઈ જાય તો તેને આ પૈસા મળશે. કોરોના વાયરસ ડ્યૂટી દરમિયાન આકસ્મિક મૃત્યુ પણ આ વીમા કવરામાં સામેલ છે.
  • આ યોજનામાં આ લોકોને કરવામાં આવે છે કવરઃ સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સહિત સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા પ્રદાતા, જેમણે COVID-19 રોગીઓનો સીધો સંપર્ક અને દેખભાળમાં રહેવુ પડી શકે છે અને જેમને તેનાથી પ્રભાવિત થવાનો ખતરો હોઈ શકે છે.
  • ખાનગી હોસ્પીટલના કર્મચારીઓ અને નિવૃત/ સ્વયંસેવક/ સ્થાનિક શહેરી સંસ્થાઓ / કેન્દ્રીય હોસ્પિટલો / કેન્દ્ર / રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની સ્વાયત્ત હોસ્પિટલો, એઈમ્સ અને આઈએનઆઈ / કેન્દ્રીય મંત્રાલયોની હોસ્પિટલોમાં કાર્યરત લોકોને સમાવિષ્ટ કરવાની પણ દરખાસ્ત છે.
  • આ યોજના માટે કોઈ ઉંમરમર્યાદા નથી અને વ્યક્તિગત નોંધણી જરૂરી નથી.
  • આ યોજના માટે પ્રીમિયમની સંપૂર્ણ રકમ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવે છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાથી તબીબો અને આરોગ્યકર્મીઓને મોટું જોખમ, દેશમાં બીજા નંબરે છે રાજ્ય

Mansi Patel

ચીને તાઈવાનને ડરાવવા મોકલ્યા 18 ફાયર ફાયટર, અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી કે….

Ankita Trada

ફિફાના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 109મા સ્થાને, બેલ્જિયમ મોખરે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!