GSTV

હવે આ જ બાકી હતું / 55 લાખ રૂપિયામાં વધારી શકાશે એક ઈંચ હાઈટ, નીચી હાઈટ હોય અને રૂપિયા હોય તો તમામ છે દુનિયામાં શક્ય

શરીરની સુંદરતા વધારવા માટે લોકો કોસ્મેટિક સર્જરીનો સહારો લેતા હોય છે, પરંતુ આજકલ સર્જરી થકી હાઈટ વધારવાનો એક કેસ ચર્ચામાં આવ્યો છે. અમેરિકાના ડેલ્લાસમાં રહેનારા અલફોંસો ફ્લોર્સ 5 ફુટ 11 ઈંચના હતા અને ઓપરેશન બાદ તેમની હાઈટ 6 ફુટ 1 ઈંચની થઈ ગઈ છે.

ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે, ફ્લોર્સ હંમેશાથી લાંબા થવા માગતા હતા. 28 વર્ષના ફ્લોર્સ મેડિકલના વિદ્યાર્થી છે. ફ્લોર્સે લિંબ લેંથનિંગ સર્જરી થકી પોતાના લાંબા થવાનું સપનું પૂર્ણ કરી લીધુ.

આ સર્જરી લાસ વેગાસમાં સ્થિત ‘દ લિમ્બપ્લેક્સ ઈંસ્ટીટ્યૂટ’ ના હાર્વર્ડ-પ્રશિક્ષિત ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર કેવિન દેવીપ્રસાદે કરી છે. જોકે, આ ઓપરેશન ઘણું ખર્ચાળ છે.

ડૉક્ટર કેવિન દેવીપ્રસાદના મત પ્રમાણે, કોસ્મેટિક સર્જરી થકી શરીરની લંબાઈ વધારી શકાય છે, પરંતુ આ ઘણું ખર્ચાળ છે. ફ્લોર્સે આ ઓપરેશન માટે 55 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ફ્લોર્સની સર્જરી પહેલા અને બાદની આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ છે. ફોટોમાં ફ્લોર્સની વધેલી ઉંચાઈ સ્પષ્ટ જોઈ શકાય છે. ડૉક્ટર દેવીપ્રસાદે જણાવ્યું કે, આ સર્જમાં સાથળ અને નીચેના પગના હાડકાની લંબાઈ વધારવામા આવી છે.

આ પ્રક્રિયામાં 6 ઈંચ સુધી લંબાઈ વધારી શકાય છે. ફ્લોર્સે કહ્યું, મને લાગે છે કે, 5’11 એક સારી હાઈટ છે અને ઘણા બધા લોકો આટલા લાંબા હોવાનું પસંદ કરે છે, પરંતુ હું તેનાથી થોડુ વધારે ઈચ્છતો હતો અને શક્ય હોય તેટલી પોતાની એથલેટિક ક્ષમતા વધારવા માગતો હતો.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!