GSTV
Home » News » જુલાઇમાં નિકાસ ૨.૨૫ ટકા વધીને ૨૬.૩૩ અબજ ડોલર

જુલાઇમાં નિકાસ ૨.૨૫ ટકા વધીને ૨૬.૩૩ અબજ ડોલર

PF

જુલાઇમાં ભારતની નિકાસ ૨.૨૫ ટકા વાૃધીને ૨૬.૩૩ અબજ ડોલર રહી છે. ગયા વર્ષે સમાન ગાળામાં ભારતની નિકાસ ૨૫.૭૫ અબજ ડોલર રહી હતી. બીજી તરફ જુલાઇમાં આયાત ૧૦.૪૩ ટકા ઘટીને ૩૯.૭૬ અબજ ડોલર રહી છે. આયાતમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળતા જુલાઇમાં વેપાર ખાાૃધ ઘટીને ૧૩.૪૩ અબજ ડોલર રહી છે. જે ચાર મહિનાની નીચલી સપાટી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઇ મહિનામાં ૨૫.૭૫ અબજ ડોલરની નિકાસ થઇ હતી. જુલાઇ, ૨૦૧૮માં વેપાર ખાાૃધ ૧૮.૬૩ અબજ ડોલર રહી હતી. આ અગાઉ માર્ચ, ૨૦૧૯માં વેપાર ખાાૃધ ૧૦.૮૯ અબજ ડોલર રહી હતી.

જુલાઇમાં સોનાની આયાત ૪૨.૨ ટકા ઘટીને ૧.૭૧ અબજ ડોલર રહી છે. ઓઇલની આયાત ૨૨.૧૫ ટકા ઘટીને ૯.૬ અબજ ડોલર રહી છે. ઓઇલ સિવાયની વસ્તુઓની આયાત ૫.૯૨ ટકા ઘટીને ૩૦.૧૬ અબજ ડોલર રહી છે. જુલાઇમાં કેમિકલ, આર્યન ઓર, ઇલેક્ટ્રોનિક્સ, મરીન પેદાશો અને ફાર્મા સેક્ટરની વસ્તુઓની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. જો કે જેમ્સ અને જવેલરીની નિકાસમાં ૬.૮૨ ટકા, એન્જિનિયરિંગ વસ્તુઓની નિકાસમાં ૧.૬૯ ટકા એ પેટ્રોલિયમ વસ્તુઓની નિકાસમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

એપ્રિલ-જુલાઇ, ૨૦૧૯ના સમયગાળામાં નિકાસ ૦.૩૭ ટકા ઘટીને ૧૦૭.૪૧ અબજ ડોલર રહી છે. જ્યારે આ જ સમયગાળામાં આયાત ૩.૬૩ ટકા ઘટીને ૧૬૬.૮ અબજ ડોલર રહી છે. આ ચાર મહિનાના સમયગાળામાં વેપાર ખાાૃધ ૫૯.૩૯ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૬૫.૨૭ અબજ ડોલર રહી હતી. એપ્રિલ-જુલાઇ, ૨૦૧૯ના ગાળામાં ઓઇલની આયાત ૪૪.૪૫ અબજ ડોલર રહી હતી. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૪૭.૧૩ અબજ ડોલર રહી હતી. 

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે વૈશ્વિક માગમાં ઘટાડો અને વેપાર યુદ્ધને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે સમગ્ર વિશ્વમાં નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સળંગ છ મહિના નિકાસ વધ્યા પછી જૂન મહિનામાં ભારતની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતોે. જૂન મહિનામાં ભારતની નિકાસમાં ૯.૭૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

જેટલીએ લીધા હતા નોટબંધી, GSTથી લઈને બેંકોના વિલય સુધીનાં આકરા નિર્ણયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!