GSTV
Home » News » નિકાસકારોએ 4 મહિનામાં 6500 કરોડ રૂપિયા GSTમાં રિફંડ કલેમ કર્યા

નિકાસકારોએ 4 મહિનામાં 6500 કરોડ રૂપિયા GSTમાં રિફંડ કલેમ કર્યા

સમગ્ર ભારતમાં નવી કરપ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણના પ્રથમ ચાર મહિનામાં નિકાસકારોએ રૂ.૬૫૦૦ કરોડના રિફંડ ક્લેઇમ કર્યાં છે એવું સરકારે જણાવ્યું છે. સરકારે નિકાસકારોને કહ્યું કે, જો તેઓ પોતાના ક્લેઇમનું જલ્દી સેટલમેન્ટ ઇચ્છતા હોય તો રિફંડના યોગ્ય-જરૂરી ફોર્મ સાથે માલ શિપિંગના બીલની નકલનું પણ બિડાણ કરે.

ઉપરાંત કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટના છેલ્લાં ફાઇનલ સેલ્સ રિટર્ન GSTR-1ને GST નેટવર્કના પોર્ટલ ઉપર 4 ડિસેમ્બરથી અપલોડ કરી શકે છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, એક વાત સ્પષ્ટ કરાઇ છે કે, કન્સાઇન્મેન્ટના શિપિંગ બીલ સાથે જુલાઇથી ઓક્ટોબર સુધીની સમયમર્યાદા માટે GSTR રિફંડ ક્લેઇમ લગભગ રૂ.૬૫૦૦ કરોડ સુધીનું છે. આ જ રીતે GSTN પોર્ટલ ઉપર અપલોડ કરાયેલ RFD-01 નિકાસકારોને રિફંડની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં ઇન્ટિગ્રેટેડ GST (IGST)નું પેમેન્ટ કરવામાં આવ્યું છે અને Table-6A ફાઇલ કર્યાં બાદ ગુડ્સના શિપિંગ બિલો મારફતે રિફંડ માટે ક્લેઇમ કર્યાં છે. નિકાસકારો ઘણા સમયથી IGST અને ઇનપુટ ટેક્સ રિફંડ નહી મળવાની ફરિયાદી કરી રહ્યાં હતા.

આ બાબતે સરકારે કહ્યું કે, રિટર્ન ફાઇલિંગમાં નિકાસકારો ઘણી ભૂલો કરી રહ્યાં છે જેના કારણે રિફંડ ક્લેઇમ રિજેક્ટ થયા છે. નિકાસકારોને જલ્દી રિફંડ કરી શકાય તે માટે સરકાર નવી સિસ્ટમ લાવી છે.  કસ્ટમ ડિપાર્ટમેન્ટની સિસ્ટમ એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેમાં એક્સપોર્ટર્સને રિફંડ ઓટોમેટિક મળી જશે. જેમાં ટ્રાન્ઝેક્શન મેચ કરવા માટે કોઇ અધિકારીની જરૂર પડશે નહી.નિકાસકારોની GSTN પોર્ટલ અને ક્સટમ સિસ્ટમમાં દર્શાવેલ માહિતી સમાન હોવી જોઇએ.

અત્યારે નિકાસકારો જુલાઇ માટે ફાઇલ કરી શકે છે અને ઓગસ્ટ ૨૦૧૭ના GSTR-1 માટે Table-6Aની ફાઇલિંગ 6 ડિસેમ્બરે કરી શકશે. જો નિકાસકારો દ્વારા જુલાઇના ફાઇલિંગમાં કોઇ ભૂલ કે ખામી રહી ગઇ હોય તો તે ઓગસ્ટના ફાઇલિંગમાં GSTR-1ના Table-6Aમાં સુધારી શકાય છે.  ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના ક્લેઇમ કરવા બાબતે મંત્રાલયે કહ્યું કે, નિકાસકારોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે રિફંડની સમયસર મંજૂરી માટે તમામ આવશ્યક દસ્તાવેજોને RFD-01ના સાથે રજૂ કરવામાં આવે.

Related posts

UNSCમાં આ બે મહાસત્તાએ ભારતનો સાથ આપતા પાકિસ્તાન-ચીનને જોરદાર ઝાટકો

Kaushik Bavishi

કોંગ્રેસના આ નેતાએ કહ્યું કે, ‘મોદી સરકારના કાશ્મીર અંગેના નિર્ણયથી દેશને નુકસાન થશે’

Arohi

ટાઈગર શ્રોફે ઋત્વિક રોશનને આપ્યો હરાવાનો પડકાર, બંનેએ કહ્યું જોઈ લઈશ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!