GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ દુનિયાને વેક્સિનનું દાન કરનાર ભારતમાં વેક્સિનના ડોઝ ખૂટ્યા, વિદેશી આયાતને ક્લિનિકલ ટ્રાયલ વિના મંજૂરી આપવા મજબૂર

Last Updated on April 17, 2021 by Harshad Patel

ભારતમાં કોરોનાથી સ્થિતિ વિકટ બની છે. દુનિયામાં બીજી સૌથી મોટી વસતિવાળા ભારત માટે કોઈએ વિચાર્યું નહોતું કે કોરોના સંક્રમણની બીજી લહેર આટલી વિકરાળ હશે. ગુરુવારે પ્રથમવાર ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા કેસના આંકડા 2 લાખને પાર થઈ ગયા. એક્સપર્ટોના મતે ભારતમાં હજુ પણ સ્થિતિ ગંભીર બનશે. રોજના 3 લાખથી વધુ કેસ આવી શકે તેવી સ્થિતિ છે. ત્યારે ભારતમાં વેક્સિનેશનને જ વેગ આપવો જરૂરી છે. ભારતે પણ નિયમોમાં બાંધછોડ કરીને WHO પાસેથી મંજૂરી પ્રાપ્ત તમામ વિદેશી વેક્સિનોને પણ ભારતે પોતાને ત્યાં લોકોને લગાવવા માટે અનુમતિ આપી દીધી છે, પછી ભલે એની ક્લિનિકલ ટ્રાયલ થઈ હોય કે ન હોય.

રસીકરણના નિયમોમાં કર્યા બદલાવ

ભારતે પહેલા સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ દિગ્ગજ કંપનીએ કોરોના વેક્સિન ભલે બનાવી હોય પરંતુ તેની ભારતમાં ટ્રાયલ થાય તે પછીજ તેને મંજૂરી આપવામાં આવશે. ફાઈઝરની રસી જ્યારે બજારમાં આવી ત્યારે આવું નિવેદન આપ્યું હતું. પરંતુ હાલની સ્થિતિ જોતાં
ભારતે હવે વેક્સિન ઈમ્પોર્ટને ફાસ્ટટ્રેક કરવા માટે અચાનક નિયમોમાં મોટી ઢીલ આપવી પડી. આ મહિનાથી તે રશિયાની સ્પુતનિક V વેક્સિનની ઈમ્પોર્ટ શરૂ કરશે. આખરે એવું શું બન્યું કે દુનિયાનું વેક્સિન હબ ગણાતા ભારતે હવે પોતાની જરૂરિયાત માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે?

ભારત સામે ઝડપથી મોટી સંખ્યામાં લોકોને વેક્સિનેટ કરવાનું જોરદાર દબાણ સર્જ્યું

કોરોનાની આ સુનામીએ ભારત સામે ઝડપથી મોટી સંખ્યામાં લોકોને વેક્સિનેટ કરવાનું જોરદાર દબાણ સર્જ્યું પણ હવે વેક્સિનની અછત સામે આવી છે. ભારતને રસીની અછત માટેનું મોટું કારણ વેક્સિન તૈયાર કરવા માટેના રો મટીરિયલનું છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે પૂરતું રો મટીરિયલ ન હોઈ તેઓ તેમની પ્રોડક્શન ક્ષમતામાં વધારો કરી શકતા નથી. અમેરિકાએ વેક્સિન નિર્માણ સાથે સંકળાયેલાં મહત્ત્વપૂર્ણ ઉપકરણો અને કાચા માલની નિકાસને એક રીતે પ્રતિબંધિત કરેલાં છે.

અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિને વેક્સિનના કાચા માલની સપ્લાઈ શરૂ કરવા અનુરોધ

શુક્રવારે જ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર અમેરિકન રાષ્ટ્રપતિને વેક્સિનના કાચા માલની સપ્લાઈ શરૂ કરવા અનુરોધ કર્યો છે. SII પાસે અત્યારે મહિનામાં 7 કરોડ વેક્સિન ડોઝ બનાવવાની ક્ષમતા છે, જેમાં વધારો કરી 10 કરોડ ડોઝ કરવાની ઈચ્છા હોવા છતાં રો મટીરિયલનો સપ્લાઈ અટવાતાં પ્રોડક્શનમાં વિલંબ થઈ રહ્યો છે.

આ કારણોથી પણ વેક્સિન પ્રોડક્શન પર પડી અસર

ભારતે કોવિશીલ્ડ વેક્સિન તૈયાર થાય પછી ડોઝની કિંમત નક્કી કરવામાં બહુ સમય બગાડ્યો. છેક માર્ચ મહિના સુધી ચર્ચાઓ જ ચાલુ રહી. એ સમયે કંપની પાસે વેક્સિનના 5 કરોડ ડોઝનો સ્ટોક જમા થયો હતો, વેક્સિન રાખવાની જગ્યા બચી નહોતી. જાન્યુઆરીમાં સીરમના સીઈઓ પૂનાવાલાએ રૉઇટર્સને જણાવ્યું હતું કે તેમણે 5 કરોડ ડોઝથી વધુ વેક્સિન થવા પર પેકિંગ રોકવા માટે કહેવું પડ્યું હતું. સમયસર સોદો થઈ ગયો હોત તો કંપનીએ પ્રોડક્શન અટકાવવાની જરૂર ન પડી હોત. ભારતે એપ્રિલ મહિનામાં વેક્સિન નિકાસ પણ ઘટાડી દીધી છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ભારતે વેક્સિનના લગભગ 6.4 કરોડ ડોઝ એક્સપોર્ટ કર્યા હતા, પણ આ મહિનામાં અત્યારસુધીમાં માત્ર 12 લાખ ડોઝ જ એક્સપોર્ટ થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!