GSTV
Home » News » જિયોને ટક્કર આપવા માટે એરટેલનો ધમાકો, ફ્રીમાં મળી રહી છે આ સુવિધા

જિયોને ટક્કર આપવા માટે એરટેલનો ધમાકો, ફ્રીમાં મળી રહી છે આ સુવિધા

આજના સમયમાં ખૂબ ચાલતી રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે મોબાઈલ કંપનીઓ રોજ નવા-નવા આકર્ષક પ્લાન લઇને આવે છે, કારણકે જિયોથી આગળ વધી જાય. આ વખતે એરટેલે જિયોના જિયોફાઈને ટક્કર આપવા માટે ફ્રી હૉટસ્પૉટ ડિવાઈસ આપવાની જાહેરાત કરી છે. આ ડિવાઈસ દ્વારા હાઈસ્પીડ ડેટા ક્યાય પણ ચલાવીને અમૂક ડિવાઈસને તેનાથી જોડી શકાય છે. ઉલ્લેખનીય છે કે એરટેલે ફ્રી હૉટસ્પૉટ ડિવાઈસમાં આપવા માટે સ્કીમ શરૂ કરી છે. કંપનીએ કહ્યું કે જો કોઈ 6 મહિનાનો રેન્ટ એડવાન્સમાં આપી દે છે તો તેને આ ડિવાઈસ ફ્રીમાં આપવામાં આવશે. કંપની પોતાના બે પ્લાન લઇને આવી છે. આ પ્લાનમાં ગ્રાહક કોઈ પણ રેન્ટલ પ્લાન પસંદ કરી શકે છે.

આ પ્લાન પસંદ કરવો પડશે

એરટેલે ફ્રી હૉટસ્પૉટ ડિવાઈસ માટે બે પ્લાનમાં તક આપી છે. ગ્રાહક 399 રૂપિયાના પ્લાનને 6 મહિના માટે પસંદ કરે છે તો તેમને 2400 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. આવુ કરવાથી તેમને ડિવાઈસ માટે 999 રૂપિયા આપવા નહીં આપવા પડે. આ જ રીતે 599 રૂપિયાના પ્લાનને 6 મહિના સુધી પસંદ કરવા માટે ગ્રાહકને 3600 રૂપિયા આપવા પડશે અને એરટેલ 4જી હૉટસ્પૉટ ડિવાઈસ ફ્રી મળશે.

કયા પ્લાન સાથે મળશે ક્યો ડેટા

એરટેલ હૉટસ્પૉટમાં મુખ્ય રૂપથી બે ટેરિફ પ્લાન છે. આ છે 399 રૂપિયા અને 599 રૂપિયાનો. 399 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 50 જીબી ડેટા મળે છે, જેની વેલિડિટી એક મહિના માટે હોય છે. ત્યારબાદ યૂઝરને અનલિમિટેડ ડેટા 80 કેબીપીએસની સ્પીડમાં મળે છે. તો 599 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 100 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં પણ વેલિડિટી 1 મહિના માટે હોય છે.

READ ALSO

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!