GSTV

લેબનાનની રાજધાની બૈરૂતમાં થયેલા બે ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત

લેબનાનની રાજધાની બૈરૂતમાં મંગળવારે બે ભયાનક વિસ્ફોટ થયા. જેને જોનારા પણ દંગ રહી ગયા. જોરદાર વિસ્ફોટની સાથે પહેલા આકાશમાં જોરદાર વિસ્ફોટ થયો. ત્યારપછી બીજા વિસ્ફોટ બાદ આકાશમાં લાલ રંગનો ધૂમાડો જોવા મળ્યો. આ વિસ્ફોટ કેવી રીતે થયો તેની કોઇને જાણ ન થઇ. આ વિસ્ફોટ બેરૂત પોર્ટ પર થયો. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર મોતનો આંક હજુ વધી શકે છે.

વિસ્ફોટ બાદ આકાશમાં મશરૂમ જેવો ધુમાડો જોવા મળ્યો

વિસ્ફોટ બાદ આકાશમાં મશરૂમ જેવો ધુમાડો જોવા મળ્યો. આ વિસ્ફોટ અનેક કિલોમીટર સુધી સંભળાયો. એટલું જ નહીં આસપાસના બેથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં લોકોના ઘરોના બારી-દરવાજા અને વાહનોના કાચનો કચ્ચરઘાણ વળી ગયો. ઇમારતોને પણ મોટું નુકસાન થયું. આ બંને વિસ્ફોટ 15 મિનિટના અંતર પર થયા હતા. સુરક્ષા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ પોર્ટ એરિયામાં થયો કે જ્યાં ગોડાઉનમાં વિસ્ફોટકો રાખ્યા હતા. જો કે હજુ સુધી તે વાત સ્પષ્ટ નથી કે ગોડાઉનમાં કેવા પ્રકારના વિસ્ફોટક રાખ્યા હતા.

READ ALSO

Related posts

નવો નિયમ: જો તમારી પાસે પાર્કિંગની જગ્યા નહીં હોય તો આગામી વર્ષથી નવી ગાડી ખરીદી શકશો નહીં

Pravin Makwana

ઈરાન વિરુદ્ધ એકપક્ષીય શસ્ત્રોનો પ્રતિબંધ લાગુ કરવા અમેરિકા તૈયાર : આ 2016 નથી, પ્રેસિડન્ટ ડ્રમ્પ પડ્યા છે વિશ્વમાં એકલા

Dilip Patel

ચાઈનાને લાગશે સૌથી મોટો ઝટકો: ભારત બાદ હવે અમેરિકા પણ લગાવશે ટિકટોક સહિત આ એપ પર પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!