GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

નિરવ મોદી એક મહિના પહેલા જ બ્રિટન છોડી ચુક્યો હોવાનો ઇન્ટરપોલનાં પત્રમાં ખુલાસો

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી બાબતે નવો ખુલાસો થયો છે. સરકારી સૂત્રોનું માનીએ. તો નીરવ મોદી લંડનમાં નથી. ઈન્ટરપોલ તરફથી ભારતીય એજન્સીઓને જવાબ આપવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી બ્રિટનમાં નથી. આ જવાબ જૂનના પ્રથમ સપ્તાહમાં જ  આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીએ લગભગ એક માસ પહેલા જ લંડન છોડી દીધું હતું. ઈન્ટરપોલ પ્રમાણે,નીરવ મોદી હજીપણ ભારતીય પાસપોર્ટ પર પ્રવાસ કરી રહ્યો છે.

સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર નીરવ મોદીના નવા લોકેશન સંદર્ભે જાણકારી માંગી છે. સીબીઆઈને ઈન્ટરપોલનો પત્ર છ જૂને મળ્યો હતો. સૂત્રોનું માનીએ. તો ગત કેટલાક સમયગાળામાં નીરવ મોદી ચાર દેશોનો પ્રવાસ કરી ચુક્યો છે. મહત્વપૂર્ણ છેકે પહેલા અહેવાલો હતા કે પીએનબી ગોટાળાનો મુખ્ય આરોપી નીરવ મોદી બ્રિટન પહોંચી ચુક્યો છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે બ્રિટનમાં રાજકીય આશ્રય લેવાની કોશિશમાં લાગેલો છે. નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકને 13 હજાર ચારસો કરોડથી વધુની રકમનો ચુનો લગાવ્યો છે. આ ગોટાળામાં નીરવ મોદી સિવાય મેહુલ ચોક્સીની પણ મહત્વની ભૂમિકા છે. સીબીઆઈએ 14મી મેના રોજ મુંબઈની સીબીઆઈ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 13 હજાર 400 કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદી સિવાય 24 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના સીઈઓ ઉષા અનંતસુબ્રમણ્યમનું નામ પણ સામેલ હતા.

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!