GSTV
Home » News » ખાતર કૌભાંડ પર સ્પષ્ટતા આપતા સરકારે કૌભાંડની વાત જ નકારી, ભેજને જવાબદાર ઠેરવ્યો

ખાતર કૌભાંડ પર સ્પષ્ટતા આપતા સરકારે કૌભાંડની વાત જ નકારી, ભેજને જવાબદાર ઠેરવ્યો

જેતપુરથી રાજ્યભરમાં ગાજેલા ખાતર કૌભાંડ પર પણ સરકારે સ્પષ્ટતા આપતા કૌભાડની વાતને નકારી છે અને તેઓએ જીએનેએફસીના એમડીની જેમજ ખાતરનું વજન ઓછું હોવાના કારણો આપતા ભેજને જવાબદાર ઠેરવ્યો છે. રાજ્ય સરકારના કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિયમા અનુસાર કામગીરી થાય છે.

રાજ્યમાંથી કોઈ જગ્યાએ ખેડૂતોની ફરિયાદ આવી નથી. ચોમાસામાં ખાતરની ગુણીનું પેકિંગ થતું હોય ત્યારે ભેજના કારણે વજન વધારે નોંધાય અને બાદમાં ભેજ સુકાતા વજન ઘટી જતો હોવાની દલીલ કરી હતી અને આગામી દિવસોમાં ખાતરની ગુણીમાં વધુ ખાતર ભરવાના આદેશ અપાયા હોવાનો દાવો પણ કર્યો.

Read Also

Related posts

મહેસાણા : બેફામ કાર ચલાવતા ડ્રાઈવરે પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓને હવામાં ફંગોળ્યા

Mayur

દિવાળી પર્વે ડ્રાયફ્રૂટ અને સાદા બિસ્કીટના ભાવમાં વધારો, આ છે બજારમાં ભાવ

Arohi

સુરતના એક ગરીબ રિક્ષા ચાલકને પોલીસે 76 હજારનો દંડ ફટકાર્યો, ટોટલ 265 ઈ-મેમો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!