GSTV
Business India News Trending

જાણવા જેવું/ શું આપને ખબર છે આપની સેલેરીમાંથી દર મહિને કપાતા 25 રૂપિયામાંથી આપ બની શકો છો લાખોપતિ

રોકાણ

દર મહિને હાથમાં આવતી સેલરી દરેક લોકોને ખુશ કરી દેય છે. તેમાંથી પણ જો થોડો ઘણો કાપ મુકાયને આવે કે, તુરંત સંબંધિત અધિકારીને જાણ કરે છે. તથા તેની પાછળના કારણ શું હોય છે, તે પણ જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે. જો કે, ઘણી વખત એવુ બનતુ હોય છે, કે સેલેરીમાંથી પૈસા તો કપાય જતાં હોય છે, પણ આપણને જાણ નથી રહેતી. જો કે, રસપ્રદ વાત તો એ છે કે, કપાયેલા આ પૈસામાંથી કર્મચારીને જ લાખો રૂપિયાનો લાભ થતો હોય છે. તેમ છતાં પણ આપણને જાણકારી હોતી નથી.

શું આપને ખબર છે, આવો જ એક ફંડ છે લેબર વેલફેયર ફંડ, જેમાં કર્મચારીની સેલરીમાંથી ફક્ત 25 રૂપિયા દર મહિને કપાય છે અને તેનાથી લાખો રૂપિયાની યોજનાનો લાભ મળે છે. ઈએસઆઈ અને મેડિક્લેમથી અલગ આ રાજ્ય લેબર વેલફેયર બોર્ડનું ફંડ છે. જેમાં કર્મચારીઓને ચશ્મા અને સાઈકલ ખરીદવાથી લઈને કૃત્રિમ અંગો લગાવા સુધીના પણ પૈસા મળે છે.

સેલરી

લેબર અફેર્સ એક્સપર્ટ બેચુ ગિરી કહે છે કે, ખાનગી કર્મચારીઓને આર્થિક સહાયતા આપવા માટે સરકાર તરફથી તમામ ઉપાય કરવામાં આવ્યા છે. ઘણા પ્રકારની યોજનાઓ છે. ઘણાં ભંડોળ છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, લોકોને આ સુવિધાઓની જાણકારી નહી. હરિયાણામાં લેબર વેલફેર ફંડના રૂપમાં પ્રાઈવેટ કર્મચારીઓના 25 રૂપિયા માસિક કપાય છે, પરંતુ કર્મચારીઓને જ તેની જાણકારી હોતી નહી, ન તો કંપનીઓ અથવા ફેક્ટ્રિયાં કર્મચારીઓને તેની જાણકારી આપે છે.

ઘણી વખત જોવામાં આવ્યું છે કે, કેટલાક મહિનાઓ સુધી વેલફેર ફંડમાં પૈસા આપ્યા બાદ વચ્ચે ડ્રોપ કરી દેવામાં આવે છે. જેના કારણે કર્મચારીઓને લાભ મળતા નથી. જ્યારે તે માટે ખૂબ જ ઓછી રકમ જમા કરવામાં આવે છે, પરંતુ કર્મચારીઓને લાખો રૂપિયાનો લાભ મળે છે. ગિરી કહે છે કે, જે રાજ્યોમાં મજૂર કલ્યાણ ભંડોળ છે, ત્યાં કર્મચારીઓને મળતી સુવિધા લગભગ સમાન છે. તો પગારમાંથી કાપવામાં આવેલી રકમમાં થોડો તફાવત હોય છે. અહીં હરિયાણામાં કાર્યરત તમામ કર્મચારીઓને લેબર વેલફેર ફંડના ફાયદા જણાવવામાં આવી રહ્યા છે.

વેલફેયર ફંડમાંથી કર્મચારીઓને મળે છે આટલા ફાયદાઓ

કન્યાદાન-

આ અંતર્ગત કર્મચારીઓને દિકરીના લગ્ન માટે 51 હજાર રૂપિયા મળે છે. તો વળી પોતાના લગ્ન માટે પણ રૂપિયા મળે છે.

ફરવા માટે પૈસા-

કર્મચારીઓને ચાર વર્ષમાં એક વાર પરિવાર સાથે ફરવા માટે આવવા અને જવા માટે ખર્ચ તથા ફરવાના પૈસા પણ મળે છે. આ પૈસા રેલ્વેની સેકેન્ડ ક્લાસ અથવા રોડવેઝ બસની ટિકિટ કંઈ પણ માટે મળે છે. આ સાથે જ ફરવાનો સમય 10 દિવસથી વધારે હોવા જોઈએ નહીં.

બાળકોના શિક્ષણ માટે-

આ યોજના અંતર્ગત કર્મચારીઓને બે છોકરા અને ત્રણ દિકરીઓ માટેની ઉચ્ચ શિક્ષણ માટે પૈસા મળે છે. નવમાં અને દશમાં માટે ચાર હજાર અને છ હજાર રૂપિયાથી લઈને એમબીબીએસ સુધીના અભ્યાસ માટે 10 હજાર રૂપિયા અને 15 હજાર રૂપિયા સુધઈ વાર્ષિક મળે છે. આ ઉપરાંત એન્જિનિયરીંગ અને ફાર્મસીના અભ્યાસ માટે સાત હજાર અને સાડા દશ હજાર રૂપિયા પણ મળે છે. આ ઉપરાંત કર્મચારીઓને દિકરીઓ માટે આઠમા ધોરણના પુસ્તકો, યુનિફોર્મ અને કોપીઓ માટે પાંચ હજાર અલગથી વાર્ષિક પણ મળે છે.

બાળકોના ટ્યૂશન માટેના પૈસા

4 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી બાળકોને ટ્યૂશન ભણાવવા માટે પૈસા મળે છે.

માતૃત્વ-પિતૃત્વ લાભ

બે બાળક અથવા ત્રણ છોકરીઓ થવા પર 7 હજાર રૂપિયા સુધી મળે છે.

કૃત્રિમ અંગ લગાવવા પર મળે છે પૈસા

કોઈ સ્થિતિમાં પોતાનુ અંગ ગુમાવનારને તેનાથી મોટો ફાયદો મળે છે. લેબર વેલફેયર ફંડથી કૃત્રિમ અંગ લગાવવા માટે કૃત્રિમ પૈસા મળે છે. જોકે, રાજ્યોની તરફથી તે માટે હોસ્પીટલ પસંદગી છે. તો દિવ્યાંગ હોવા પર 20 હજાર રૂપિયા સુધી મળે છે.

ચશ્મા, કાનની મશીન, દાંત લગાવવા માટેની રકમ

કર્મચારીને દાંતની સમસ્યા થવા પર 2 હજાર રૂપિય સુધીનો ખર્ચ આપવામાં આવે છે. તે સાથે જ જો કર્મચારી પોતાનું અથવા પોતાના આશ્રિતોનું જબડુ લગાવે છે, તો તેને 5 હજાર રૂપિયા સુધઈની સહાયતા લેબર વેલફેયર ફંડમાંથી આપવામાં આવે છે. જો વ્યક્તિ પોતાનું અથવા પોતાના માતા-પિતાના ચશ્મા બનાવે છે, તો તે માટે 1 હજાર રૂપિયા આપવામાં આવે છે. એટલું જ નહી કાનની મશીન લગાવવા માટે પણ 3 હજાર રૂપિયા આપવામાં આવે છે. તો દિવ્યાંગ હોવા પર વપરાશ કરનારી ટ્રાયસાઈકિલ માટે પણ 5 હજાર રૂપિયા મળે છે. સિલાઈ મશીન માટ 3500 રૂપિયા મળે છે.

મુખ્યમંત્રી શ્રમ પુરસ્કાર

આ યોજના હેઠળ ચાર પ્રકારના પુરસ્કાર કર્મચારીને પ્રદાન કરવામાં આવે છે. સર્વાધિર રકમના 1 લાખ રૂપિયાનું મુખ્યમંત્રી શ્રમ રત્ન પુરસ્કાર છે. ત્યારબાદ ત્રણ અન્ય 50 હજાર અને 20-20 હજાર રૂપિયાના પુરસ્કાર છે.

અગ્નિ સંસ્કાર અને મોત થવા પર લાભ

જો કોઈ કર્મચારીની કંપની અથવા ફેક્ટ્રીની અંદર મોત થઈ જાય તો તેના પરિવારજનોને 5 લાખ રૂપિયા મળે છે. તો પરિસરમાંથી બહાર મોત થવા પર 2 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવે છે. એટલું જ નહી અગ્નિ સંસ્કાર માટે પણ 15 હજાર રૂપિયા સુધી મળે છે.તો દુર્ઘટના થવા પર 20 થી 30 હજાર રૂપિયા મળે છે.

READ ALSO

Related posts

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu

પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડોઃ વાળની અનેક સમસ્યાઓ કરે છે દૂર, આ રીતે કરો ઉપયોગ

Vishvesh Dave
GSTV