GSTV

ખુલ્લામાં વેચાતી મિઠાઇની પણ હશે એક્સપાયરી ડેટ, 1 જૂનથી લાગુ થઇ રહ્યો છે આ નવો નિયમ

હવે તમારા પાડોશની દુકાન પર વેચાતી મિઠાઇઓ પણ એક્સપાયરી ડેટ સાથે આવશે. આ મિઠાઇ ક્યારે બની છે અને તમે તેને કઇ તારીખ સુધી ખાઇ શકો છો, તેની જાણકારી નૉન-પેક્ડ મિઠાઇઓ પર હશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (FSSAI)  મિઠાઇની દુકાનો માટે આ જાણકારી આપવી ફરજિયાત બનાવી છે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. અત્યાર સુધી પેક્ડ મિઠાઇના ડબ્બાઓ પર જ ‘Best Before’ ડેટ લખવી ફરજિયાત છે.

મિઠાઇઓનું વેચાણ ફેસ્ટિવ સીઝનમાં ખૂબ જ વધુ થાય છે. આ દરમિયાન વાસી અને એક્સપાયર્ડ મિઠાઇઓ વેચાવાની ખબરો આવતી રહે છે. કન્ઝ્યુમર્સની આ ફરિયાદો બાદ FSSAIએ આ પગલુ લીધું છે. પોતાના આદેશમાં FSSAIએ કહ્યુ, નૉન પેકેજ્ડ કે ખુલ્લી મિઠાઇના કન્ટેનર અથવા ટ્રે પર મેન્યુફેક્ટરિંગ ડેટ અને બેસ્ટ બિફોર ડેટ લખવાની રહેશે.

બે દિવસમાં ખાઇ જાવ રસગુલ્લા

FASSAIએ મિઠાઇઓની એક લિસ્ટ બહાર પાડી છે જેમાં તેમની નોર્મલ લાઇફનો ઉલ્લેખ છે. તે અનુસાર બદામ, મિલ્ક, રાજભોગ, રસગુલ્લા અને રસમલાઇ જેવી મિઠાઇઓ બે દિવસમાં ખાઇ લેવી જોઇએ. ફૂડ રેગ્યુલેટરે ફૂડ સેફ્ટી કમિશનર્સને આ નિર્દેશોનુ પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જણાવી દઇએ કે દેશમાં ફક્ત 3 ટકા મિઠાઇઓનું પેકિંગ થાય છે. 97 ટકા મિઠાઇઓ ખુલ્લામાં વેચાય છે.

મિઠાઇ વેચનારાઓ સામે આ સમસ્યા

જો કે આ નિયમને લઇને અનેક શહેરોના મિઠાઇ વેચનારાઓ તેમ કહી રહ્યાં છે કે આ નિયમના પાલનમાં અડચણ આવી રહી છે. સવારે બનાવવા અને બપોરે કે સાંજે વેચવામાં આવતી જલેબી અને લાડુ જેવી મિઠાઇઓ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ લખવી કેવી રીતે શક્ય છે. વર્તમાનમાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટનું ફરજિયાતપણુ ફક્ત પેકેટબંદ મિઠાઇઓ માટે જ છે.

Read Also

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!