GSTV
Panchmahal ગુજરાત

સરકારી દવાખાને જતાં પહેલા વિચારજો : સિવિલ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટના બાટલા ચડાવાયા!

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા બાળકોને ચઢાવવામાં આવતા ગ્લુકોઝના બોટલ એક્સપાયરી ડેટના હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનું જણાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.


પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની મુખ્ય ગણાતી ગોધરા ખાતે આવેલી મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત પીડિયાટ્રિક વિભાગમાં બાળકોને ગ્લુકોઝના બોટલ એક્સપાયરી ડેટના ચઢાવાતા હોવાનું સામે આવ્યુ છે. વિભાગના ડોકટર અને સ્ટાફ આ મામલે કાઇપણ બોલવા તૈયાર નથી. પીડીયાટ્રિક વિભાગમાં નાના બાળકો માટેના ગ્લુકોઝના બોટલની તારીખ અને માસની ચકાસણી કરવાનો સમય પણ સીવીલ સત્તાધીશો પાસે નથી તેવો અંધેર વહીવટ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

આવી ગંભીર બેદરકારી દાખવતા ડોકટર અને સ્ટાફ સામે સિવિલ સત્તાધીશો ક્યારે પગલા ભરશે તે જોવુ રહ્યું. હાલ ડેન્ગ્યુ, મેલેરિયાનો વાવર છે અને આ રોગના ભરડામાં સિવિલ હોસ્પિટલ ખાતે રોજના ૧૦૦ થી વધુ બાળકો સારવાર લઇ રહ્યા છે. સમગ્ર બાબતને લઇ સિવિલ સત્તાધીશોમાં ભારે દોડધામ મચી ગઇ છે. વાલીઓ અનુસાર સિવિલનો સ્ટાફ તેઓ સાથે ઓરમાયુ વર્તન રાખી રહ્યો છે અને સારવારને લઇ કંઇક બાબત પુછવા જાય ત્યારે યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. બાળકોના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ થઇ રહી છે.

ALSO READ

Related posts

રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત

Bansari Gohel

તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત

Bansari Gohel

ડાકોરથી લઇને શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

Bansari Gohel
GSTV