GSTV
Gujarat Government Advertisement

એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના હજારો દર્દીઓના કારણે લગભગ દરેક રાજ્યમાં મેડિકલ સુવિધાઓ પર અસહ્ય ભારણ જોવા મળી રહ્યું છે.

INDIA CORONA

લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે, હવે કોરોનાનુ સંક્રમણ વધતુ અટકે તો સારુ પણ સંશોધકો આગામી દિવસો માટે ડરાવનારી આગાહી કરી રહ્યા છે.આઈઆઈટી કાનપુરના મનિન્દ્ર અગ્રવાલે મેથેમેટિકલ મોડેલના આધારે આગામી દિવસો કેવા હશે તેની આગાહી કરી છે.

1 થી 5 મે વચ્ચે રોજ લગભગ 3.3 લાખથી 3.5 લાખ કેસ નોંધાઈ શકે

એક અંગ્રેજી ન્યુઝપેપર સાથેની વાતચીતમાં તેઓઓ જણાવ્યું હતું કે, અમારા મોડેલ પ્રમાણે નવા સંક્રમણના કેસ રોજ વધતા રહેશે. 1 થી 5 મે વચ્ચે દરરોજ લગભગ 3.3 લાખથી 3.5 લાખ કેસ નોંધાઈ શકે છે. જ્યારે 11 થી 15 મે દરમિયાન તે વધીને 33 થી 35 લાખ પણ થઈ શકે છે.

કોરોના

એમ પણ કોરોના અત્યારે તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 3.14 લાખ નવા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે અને આ પૈકીના 75 ટકા કેસ 10 રાજ્યોમાં નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1.59 કરોડ પર પહોંચી ચુકી છે. જો કે આઈઆઈટી કાનપુરના સંશોધકો તો તેના કરતા પણ વધારે કેસ એક દિવસમાં નોંધાશે તેવી આગાહી કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!