GSTV
Gujarat Government Advertisement

અતિ અગત્યનું/ કોરોનાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના મૃતદેહને અડવાથી કોરોના થઈ શકે?, જાણી લો આ છે નિષ્ણાંતોનો જવાબ

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેરે હાલ ભારતમાં ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે. સંકટના આ સમયમાં લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો પણ થઈ રહ્યા છે. હાલમાં કોરોના થાય તો સગા ભાઈ પણ કાંઘ દેવા માટે આવતા નથી. ગામડાઓમાં ટ્રેક્ટરોમાં ભરીને લાશ સ્મશાન ગૃહે લઈ જવાય છે. મૃતદેહને 4 કાંધ પણ મળતી નથી લોકો એટલા ડરી ગયા છે. આ મામલે હાલમાં મોટો ખુલાસો થયો છે.

દર્દી

કોઈ ડેડબોડીથી કોરોના નથી થતો

આ સંજોગોમાં જ્યારે દરેક જગ્યાએથી કોરોનાથી થયેલા મૃત્યુના સમાચાર સામે આવી રહ્યાં છે ત્યારે લોકોના મનમાં એવો ડર પણ છે કે, શું કોઈ વ્યક્તિ કોરોનાના કારણે મૃત્યુ પામે તો તેના મૃતદેહને અડવાથી કે તેની નજીક જવાથી કોરોના થઈ શકે? જાણો આ સવાલ અંગે નિષ્ણાંતો શું કહે છે…

એઈમ્સમાં કાર્યરત ડૉ. પ્રવીણ ગુપ્તાએ કોવિડ સાથે સંકળાયેલા અનેક સવાલોના જવાબ આપ્યાં હતાં. આ ચર્ચા દરમિયાન એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના મૃતદેહને અડવાથી કોરોના થઈ શકે? તેના જવાબમાં ડૉ. પ્રવીણ ગુપ્તાએ કહ્યું હતું કે, ‘જ્યારે પણ કોરોનાના દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને રેપ (કવર) કરીને આપવામાં આવે છે. આ સંજોગોમાં તેનાથી કોરોના ફેલાવાનું જોખમ ઘટી જાય છે. કોરોના હવા દ્વારા ફેલાય છે અને મૃતદેહ શ્વાસ નથી લેતો, નથી ખાંસી ખાતો કે નથી છીંક ખાતો. આ કારણે કોઈ ડેડબોડીથી કોરોના નથી થતો.’

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પાર્થિવ શરીરને અડ્યા બાદ હાથ ચોક્કસથી ધોવા

જો કે, સાથે જ તેમણે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પાર્થિવ શરીરને અડ્યા બાદ હાથ ચોક્કસથી ધોવાની અને તમામ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાની સલાહ આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!